- કોરોના વેક્સિન આપવાની યાદી તૈયાર
- અમદાવાદ પોલીસના 10,000 જવાનોનું યાદીમાં નામ
- તમામ કર્મચારીની વિગત સરકારને આપવામાં આવી
અમદાવાદઃ કોરોના વેક્સિન માટે કોરોના વોરિયર્સની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સૌપ્રથમ હોસ્પિટલમાં સારવાર આપી રહેલા ડૉક્ટરની યાદી તૈયાર કરવામાં આવી છે. જે બાદ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પોલીસના 10,000 કરતાં પણ વધારે પોલીસ જવાનોનું નામ સામેલ છે. આ યાદી સરકારને મોકલવામાં આવી છે.
પોલીસની તમામ વિગતોની યાદી મોકલવામાં આવી
તૈયાર કરાયેલા પોલીસ કર્મીઓના નામ, સરનામાં, ઉંમર સહિતની વિગત નોંધવામાં આવી છે. આ ઉપરાંત બીમારી અને અન્ય કોઈ તકલીફ હોય તો તે અંગે પણ નોંધણી કરવામાં આવી છે. હાલ આ યાદી પોલીસ તરફથી સરકારને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે, ત્યારે ડૉક્ટર બાદ પોલીસ જવાનોને વેક્સિન આપવામાં આવશે.