ETV Bharat / city

ધોરાજીની ડુંગળી બાંગ્લાદેશ જશે, ગૂડ્ઝ ટ્રેનમાં લોડિંગ કરાઈ - first Railways

પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળના નવા રચાયેલા વ્યવસાય વિકાસ વિભાગે ડુંગળીને ગુજરાતનાં ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના સ્ટેશન સુધી લઇ જવા માટે ગૂડ્ઝ ટ્રેનમાં લોડિંગ કર્યું હતું.

transporting onions
transporting onions
author img

By

Published : Aug 5, 2020, 11:18 AM IST

  • ધોરજીથી ટ્રેનમાં ડુંગળીનો જથ્થો બાંગ્લાદેશના દર્શના પહોંચશે
  • ધોરાજીથી દર્શનાનું અંતર 2437 કિ.મી.
  • ભાવનગર વિભાગ માટે આ એક નવો ટ્રાફિક
  • આશરે 46 લાખ રૂપિયાની આવક થશે
  • પરિવહન માટે ડુંગળીની લોડિંગ શરૂ

અમદાવાદ: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના નવા રચાયેલા વ્યવસાય વિકાસ વિભાગને અનોખી સફળતા મળી છે. ગૂડ્ઝને પ્રોત્સાહન આપવા પશ્ચિમ રેલ્વે દ્વારા ઝોનલ કક્ષાની સાથે સાથે તેના તમામ છ મંડળોમાં મલ્ટી-શિસ્ત વ્યવસાયિક વિકાસ એકમો (બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટો)ની સ્થાપના છેલ્લા કેટલાક દિવસોમાં કરવામાં આવી હતી. આ એકમોનું લક્ષ્ય નવા વિચારો અને પહેલને સમાવીને માલ ભાડામાં વધુ અને વધુ વ્યવસાયની સંભાવનાઓની શોધ કરવાનું છે.

ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના સ્ટેશન સુધી ડુંગળી

આશરે 46 લાખ રૂપિયાની આવક થશે
આશરે 46 લાખ રૂપિયાની આવક થશે

આ મલ્ટી-લેવલ કમર્શિયલ ડેવલપમેન્ટ યુનિટ્સનો મુખ્ય ઉદ્દેશ રેલવે દ્વારા 2024 સુધીમાં માર્ગ દ્વારા લઇ જવાવાળી બિન-બલ્ક પરંપરાગત ચીજોના અતિરિક્ત ટ્રાફિકને આકર્ષિત કરીને માલ ભાડું બે ગણું કરવાનું છે. આ જ ક્રમમાં પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળના નવા રચાયેલા બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા પ્રથમ અનોખી સફળતા મેળવી છે. જ્યારે ધોરાજી, ઉપલેટા અને ગોંડલ ક્ષેત્રમાં સ્થિત એપીએમસી અને ડુંગળીના વેપારીઓ સાથે આ BDU દ્વારા સતત માર્કેટિંગ પ્રયત્નો અને ક્રિયાપ્રતિક્રિયાના પરિણામ રૂપે 3 ઓગસ્ટ, 2020ના ગુજરાતના ધોરાજીથી બાંગ્લાદેશ (દર્શના) સુધી પરિવહન માટે ડુંગળીની લોડિંગ શરૂ કરવામાં આવી હતી.

  • From India 🇮🇳 to Bangladesh 🇧🇩

    Propelling agriculture exports to economically empower farmers, in a first, Railways is transporting onions from Dhoraji in Gujarat to Bangladesh. pic.twitter.com/q47JDZOXlh

    — Piyush Goyal (@PiyushGoyal) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ધોરાજીથી દર્શનાનું અંતર 2437 કિ.મી. છે. ધોરાજી સ્ટેશનને સંચાલન, વાણીજ્યિક અને એન્જિનિયરિંગ સુપરવાઇઝર્સની ટીમ દ્વારા આપવામાં આવેલ સુજાવો મુજબ ઘણા ઓછા સમયમાં લોડ કરવા યોગ્ય બનાવવામાં આવ્યું અને ધોરાજી સ્ટેશન ટૂંક સમયમાં લોડિંગ માટે ખોલવામાં આવ્યું હતું. એડવાન્સ રેટ નોટિફિકેશન 1/8/2020ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. 2/8/2020ના રોજ દર્શના (બાંગ્લાદેશ) માટે નોંધવામાં આવ્યું અને 3/8/2020ના રોજ રેક સપ્લાય પછી લોડ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભાવનગર વિભાગ માટે આ એક નવો ટ્રાફિક છે. જેનાથી આશરે 46 લાખ રૂપિયાની આવક થશે. આ મહિનામાં લગભગ 3-4 જેટલા રેક લોડ થવાની સંભાવના છે.

ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના સ્ટેશન સુધી ડુંગળી લઇ જવા માટે ગૂડ્ઝ ટ્રેન લોડિંગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.