- નારોલમાં આગનો વધુ એક બનાવ સામે આવ્યો
- જૂની શાહવાડી ખુલ્લા મેદાનમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ
- ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી
- કચરો બાળવા આગ લગાવતા ગોડાઉનમાં આગ લાગી હતી
અમદાવાદઃ નારોલમાં જૂની શાહવાડી વિસ્તારમાં ખૂલ્લા મેદાનમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, પરંતુ કચરો બાળવા જતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ વાપીની એલિસ એન્ડ માર્ટિન કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને ખાખ
આગમાં કોઈ જાનહાની નહીં
આગ એટલી વિકરાળ હતી કે, 4 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડા દેખાતા હતા. આગને કાબૂમાં લાવવા માટે ફાયરબ્રિગેડની 7 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે જ નારોલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, અજાણ્યા વ્યક્તિ દ્વારા અહીં કચરો ફેંકવામાં આવ્યો હતો અને તે સળગાવવા જતા આગ ગોડાઉનમાં પ્રસરી હતી. જોકે, આગમાં કોઈ જાનહાની નથી થઈ.
આ પણ વાંચોઃ ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં ફાયર બ્રિગેડને આગના 68 કોલ મળ્યા
આગને કાબૂમાં લેતા 2 કલાક લાગ્યા
ફાયરબ્રિગેડે 2 કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે ખૂલ્લા મેદાનમાં આગ લાગી હતી એટલે તેના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. જ્યારે હાલમાં તો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લઈ આ ગોડાઉન કોનું છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.