- ઘરે બેઠા પૈસા કમાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ
- સાયબર ક્રાઇમે સુરતથી કરી 6 આરોપીની ધરપકડ કરી
- ડેટા એન્ટ્રી કરવાના બહાને રૂપિયા 999 ભરાવી કરતા હતા છેતરપિંડી
અમદાવાદ: સુરત શહેરનું યુગલ લગ્નગ્રંથી બંધાય તે પહેલા હાથકડીથી બંધાય ગયું છે. કોરોનાના કપરા સમયમાં અનેક લોકો બેકાર બન્યા છે. ત્યારે, આ સમયનો લાભ ઉઠાવી સુરતના એન્જિનિયર યુવાને લોકોને ડેટા એન્ટ્રી કરીને રૂપિયા કમાવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે, મુખ્ય આરોપીએ ભાવિ પત્નીને પણ આ ધંધામાં જોડતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: જાહેરમાં તલવારથી કેક કાપી બર્થડેની ઉજવણી કરવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ
સોફ્ટવેર માટે તે સામે વાળા વ્યક્તિ પાસેથી લેતો 999 રૂપિયા
આરોપી હાર્દિક જોબ રિપ્લેસમેન્ટ વેબસાઈટ પરથી નોકરી ઇચ્છુક યુવક યુવતીઓના નંબર મેળવતો અને ત્યારબાદ તેમને ફોન કરીને ડેટા એન્ટ્રી કરી રૂપિયા કમાવવાની લાલચ આપતો હતો. જોકે, પહેલા એક ડેમોસ્ટ્રેશનના ભાગ રૂપે હાથથી લખેલા પેજ મોકલી આપતો. જે એક સોફ્ટવેરમાં ટાઇપ કરી આપવા માટે કહેતો હતો. જોકે, આ સોફ્ટવેર માટે તે સામે વાળા વ્યક્તિ પાસેથી માત્ર રૂપિયા 999 મેળવતો અને ત્યારબાદ છેતરપિંડી કરતો હતો.
ગુજરાતના 1700 બેકાર યુવાન અને યુવતી છેતરાયા
આરોપી હાર્દિકે એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે અને તેના આ આઈડિયામાં તેની મંગેતર રૂચિતા નારોલાને શામેલ કરી હતી. જેણે LLBનો અભ્યાસ કર્યો છે. બન્ને આરોપીઓએ નોકરી ઇચ્છુક લોકોને ફોન કરવા માટે 4 યુવતીઓને પણ નોકરીએ રાખેલી હતી. જ્યારે, નોકરી માટે જરૂરિયાત મંદ લોકોના ડેટા જે તે વેબસાઈટ પાસેથી રૂપિયા ચૂકવીને મેળવતો હતો. ત્યારે, ગુજરાતના 1700 બેકાર યુવાન અને યુવતીને આ બન્ને છેતરી ચુક્યા છે. જેની કુલ રકમ 17 લાખ થવા પામી છે. વધુમાં જાણવા મળ્યું હતું કે, તે લોકો પાસેથી માત્ર 1000 જ લેતો હતો. જેથી કરીને 1000 રૂપિયા માટે કોઈ પોલીસ કેસ કરે નહી.
આ પણ વાંચો: Right to privacyનો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારોએ Supreme Court માં અરજી કરવી પડે: એડવોકેટ જનરલ
પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી
ગુજરાતભરમાંથી 1700 લોકોને ભોગ બનાવીને રૂપિયા 17 લાખ પડાવ્યા છે. આરોપીને જેલના સળિયા પાછળ ના જવું પડે તે માટે તે લોકો પાસેથી માત્ર 999 રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરતો હતો. જેથી, કરીને આટલી નાની રકમ માટે કોઈ પોલીસ ફરિયાદ કરે નહી. જ્યારે, લોકો પાસેથી પૈસા મેળવવા માટે તેણે પરિવારના અલગ અલગ સભ્યોના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હતા. જોકે, અમદાવાદ સાયબર ક્રાઇમને ફરિયાદ મળતા સાયબર ક્રાઇમે 5 યુવતી અને એક યુવક એમ કુલ 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.