ETV Bharat / city

અમદાવાદમાં એક ખાનગી કંપનીના ડિરેક્ટરે આર્થિક સંકડામણને કારણે સાતમાં માળેથી ઝંપલાવી કરી આત્મહત્યા - અમદાવાદ આપઘાત કેસ

લોકડાઉનને કારણે ધંધા વ્યવસાયમાં નુકસાન જવાથી લોકો આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભરતાં હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં ખાનગી કંપનીના ડિરેક્ટરે વ્યાપારમાં નુકસાન થતાં ડિપ્રેશન રહેતાં મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું હતું.

xz
xzx
author img

By

Published : Dec 24, 2020, 8:20 AM IST

Updated : Dec 24, 2020, 9:00 AM IST

  • અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવમાં વધારો
  • એનિગ્મા ફ્લેટના સાતમા માળ પરથી ડિરેકટરે ઝંપલાવીને કર્યો આપઘાત
  • ખાનગી કંપનીના ડિરેક્ટરે વ્યાપારમાં નુકસાન થતાં કરી આત્મહત્યા

    અમદાવાદઃ કોરોના કાળમાં ધંધા વેપાર બંધ રહેવાને કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ત્યારે તેની અસર અત્યારે પણ જોવા મળી રહી છે. બે દિવસ પહેલા વિશાલા રાજયશ કોમ્પ્લેક્સમાં ગણીતના શિક્ષકે આત્મહત્યા કરી હતી ત્યારે આજે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલ પાસેના એનિગ્મા ફ્લેટમાં એક યુવકે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. હાલ પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ આર્થિક સંકળામણ હોવાનું સામે આવ્યું છે.

ત્રણ દિવસમાં આત્મહત્યાની બીજી ઘટના

કોરોના કાળમાં ધંધા વેપાર બંધ રહેવાને કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ત્યારે તેની અસર અત્યારે પણ જોવા મળી રહી છે. બે દિવસ પહેલા વિશાલા રાજયશ કોમ્પ્લેક્સમાં ગણિતના શિક્ષકે આત્મહત્યા કરી હતી. તો બુધવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક ખાનગી કંપનીના ડિરેક્ટરે સાતમા માળ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સરખેજ હાઇવે પર આવેલા સફલ પરિસરમાં ગ્રીન ગેઇન સોલાર સોલ્યુશન નામની કંપનીના ડિરેકટર અંકિત ટાંકે થલતેજમાં કેમ્બે હોટેલ પાસે આવેલા એનિગ્મા ફ્લેટમાં સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.

અમદાવાદમાં એક ખાનગી કંપનીના ડિરેક્ટરે આર્થિક સંકડામણને કારણે સાતમાં માળેથી ઝંપલાવી કરી આત્મહત્યા

આત્મહત્યા પાછળનું કારણ કંપનીમાં નુકસાન અને ડિપ્રેશન હોવાનું સામે આવ્યું છે. સોલા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર અંકિત ટાંક મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું તેમજ અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી રહેતો હતો. પોલીસને તપાસ દરમિયાન તેના ઘરમાંથી એલોપેથી દવાઓ મળી આવી છે. સોલા પોલીસે આત્મહત્યા કરનાર યુવકના પરિવારનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે. થલતેજમાં કંપનીના ડિરેક્ટરે આત્મહત્યા કરતા પોલીસે આત્મહત્યા પાછળનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે.

ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાનું તારણ

પોલીસ તપાસમાં મૃતક અંકિતને કંપનીમાં ભારે નુકસાન હોવાનાં કારણે ડિપ્રેશનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. જે ડિપ્રેશનને કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. ત્યારે આત્મહત્યા કરવા પાછળનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે મામલે પરિવાજનોનાં નિવદેન લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં મૃતક અંકિત ટાંક પ્રહલાદનગર પાસે ગ્રીન ગેઇન એનર્જી સોલ્યુશન નામની કંપનીમાં ડિરેકટર હતો. કંપની સોલર પ્લાન્ટની હતી. પણ લોકડાઉનને કારણે કંપનીમાં અંકિતને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આંશકા સેવાઈ રહી છે. જેના કારણે જ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. એટલું જ નહીં અંકિત ઘરે અસંખ્ય દવાઓ પણ મળી આવી છે. જે કઈ દવા લેતો હતો જે મામલે પોલિસ તપાસ શરૂ કરી છે પણ બીજી બાજુ અપરીણિત હોવાથી ઘરે એકલો જ રહેતો હતો.

Last Updated : Dec 24, 2020, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.