ETV Bharat / city

TLGH હોસ્પિટલમાં મારામારી કરવા બદલ 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, પોલીસના 20થી વધુ જવાનો કોરોના સંક્રમિત - એપેડેમીક એક્ટ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં TLGH કોવિડ હોસ્પિટલમાં તોડફોડની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ તોડફોડ કરી હતી. કોરોનાગ્રસ્ત 35 વર્ષીય યુવકના નિધન થતા હોબાળો થયો હતો. મૃતક યુવકના પરિવારજનોએ હોસ્પિટલ પર આક્ષેપો લગાવ્યા છે. આ ઘટનામાં 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ પોલીસકર્મીઓ સંક્રમિત થઈ રહ્યા છે. શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના 26 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.

TLGH હોસ્પિટલ
TLGH હોસ્પિટલ
author img

By

Published : Dec 3, 2020, 5:27 AM IST

અમદાવાદ : ચાંદખેડામાં મંગળવાર રાત્રે TLGH હોસ્પિટલમાં અમિત કાપડિયા નામના યુવકનું સારવાર દરમિયાન કોરોના સંક્રમણને કારણે મોત નીપજ્યું હતું. અમિતની સારવારમાં ડૉકટરોની બેદરકારીનો આક્ષેપ કરી પરિવાર અને સગા સંબધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ મામલો શાંત પાડવા ઝોન 2ના DCP વિજય પટેલ, PI આર. એલ. ખરાડી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પરિવારજનોના આક્ષેપ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ હોસ્પિટલમાં થયેલી તોડફોડ અંગે રાયોટિંગ અને એપેડેમીક એક્ટ મુજબ ટોળાં સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં મારામારી કરતા 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ

બુધવારે 11 પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જાય છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે બુધવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં PI સહિત 11 પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ આવતા કોરોના વિસ્ફોટ થયો હતો. ચાંદખેડા પોલીસ સ્ટેશનના બીજા 60 જેટલા પોલીસકર્મીના રિપોર્ટ આવવાના બાકી છે. અમદાવાદ શહેરમાં બુધવાર રાત્રિ સુધી કુલ 80 પોલીસ કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ 10 પોલીસ જવાન કોરોનામાં સપડાયા છે. આમ કુલ 21 પોલીસ કર્મચારી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જ્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનના બીજા 60 પોલીસ જવાનનો રિપોર્ટ આવવાનો બાકી છે.

મંગળવારે કુલ 80 કર્મી કોરોના પોઝિટિવ

મંગળવારે TLGH હોસ્પિટલમાં બનેલી ઘટનામાં હાજર PI ખરાડીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સાથે ફરજ પર રહેલા અને સંપર્કમાં આવેલા પોલીસ અધિકારી, કર્મચારીઓએ પણ બુધવારે પોતાના રિપોર્ટ કરાવવા માટે સેમ્પલ આપ્યા છે. અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે 12 કલાક સુધીમાં પોલીસ કર્મી, SRP જવાન અને હોમગાર્ડ મળી કુલ 80 લોકો કોરોના પોઝિટિવ હતા.

અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીનું અચાનક મૃત્યુ થતા પરિવારજનોની હોસ્પિટલમાં તોડફોડ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં TLGH કોવિડ હોસ્પિટલમાં તોડફોડની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ તોડફોડ કરી હતી. કોરોનાગ્રસ્ત 35 વર્ષીય યુવકના નિધન થતા હોબાળો થયો હતો. મૃતક યુવકના પરિવારજનોએ હોસ્પિટલ પર આક્ષેપો લગાવ્યા છે. તો બીજી તરફ મૃતકના માતા અને પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો હતો.

તોડફોડ થતા પોલીસે ઘટનાસ્થળે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત

પરિવારના સભ્યો અમિતભાઈને ઘરે લઈ જવા માટે આવ્યા, ત્યારે હોસ્પિટલ સ્ટાફે તેમના અવસાનના સમાચાર આપતા દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા. અમિતભાઈના પરિવારજનોની હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતા. જે બાદ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.