ETV Bharat / city

સાબરમતીમાં પ્રેમ પ્રકરણ મામલે દુષ્પ્રેરણાની નોંધાઈ ફરિયાદ - આત્મહત્યા

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક યુવકે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. જોકે પરિવારજનોના આક્ષેપ છે કે, યુવતીના પરિવારજનોએ લગ્ન નહીં કરાવી આપવાની વાત કરતા હતા, તે માટે દુષ્પ્રેરણાથી આ કર્યું હતું. જેને પગલે સાબરમતી પોલીસે યુવતી અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદીની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી

author img

By

Published : Apr 3, 2021, 9:07 PM IST

  • સાબરમતી વિસ્તારનો પ્રેમ પ્રકરણ મામલો
  • યુવતી અને યુવતીના પિતાની સાબરમતી પોલીસે કરી ધરપકડ
  • દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતીના ઘરે જ આત્મહત્યા કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના પગલે પોલીસે યુવતી અને તેના પિતા વિરુદ્ધ અપહરણની ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક યુવકે પ્રેમ પ્રકરણમાં પોતાનું જીવન ટૂંકાવ્યું છે. 18 વર્ષીય સિલ્વાકુમાર નામનો યુવક દિગ્વિજય સીમન ફેક્ટરી પાસે પ્રેમિકાના ઘરે મળવા માટે પહોંચ્યો હતો. તે દરમિયાન યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરતા અંગે પરિવારજનો દ્વારા સંબંધ મંજૂર નહીં કરવાના કારણે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે પોતાની પ્રેમિકાને પરણવા થયેલી તકરારમાં સમગ્ર મામલો વણસ્યો હતો.

સાબરમતી વિસ્તારનો પ્રેમ પ્રકરણ મામલો

આ પણ વાંચો: અમદાવાદ: આધેડ વયની મહિલાના પ્રેમમાં અંધ બનેલા યુવકે કરી માતાની હત્યા

યુવતીના ઘર નજીક જ કરી આત્મહત્યા

આ સમગ્ર મામલે યુવક દ્વારા યુવતીના પરિવારને ધમકી આપવામાં આવી હતી કે, જો તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે નહીં કરાવો તો હું આત્મહત્યા કરી લઈશ. જેના પગલે યુવતીના પરિવાર દ્વારા આત્મહત્યાની દુષ્પ્રેરણા આપતા કહ્યું કે, તારામાં તાકાત હોય તો આત્મહત્યા કરી બતાવ. તું માત્ર વાતો કરે છે, કંઇ કરીશ નહીં. આવું કહેતા યુવકને લાગી આવ્યું હતું અને ત્યાર બાદ યુવકને આ મુદ્દે માઠું લાગતા તેણે યુવતીના ઘર નજીક જ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો: જેતપુરમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકે યુવતીના ઘરે જઈ કરી મારામારી, 1નું મોત જ્યારે 2 ઘાયલ

યુવકના પરિવારે કર્યા આક્ષેપો

ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને ઉતારીને પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે યુવકના પરિવારનો આક્ષેપ છે કે, યુવતીના પરિવાર દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી છે. હાલ તો પોલીસે પરિવારની માંગને ધ્યાને રાખીને યુવતી તથા યુવતીના પિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો હતો.

યુવતી અને તેના પિતાની ધરપકડ કરી

આ સમગ્ર બાબતમાં પોલીસે મૃતકના પરિવારજનોની માંગ અનુસાર મૃતકનું પેનલ ડોક્ટરની ટીમ પાસે પોસ્ટમોર્ટમ કરાવી યુવતી અને તેના પિતાની ધરપકડ કરી છે, ત્યારે વધુ તપાસ દરમિયાન શું નવા ખુલાસા થાય તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.