ETV Bharat / city

દાંડી યાત્રાનું 91મું વર્ષઃ વડાપ્રધાન મોદી આજે 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે - Historic Dandi Travel

સ્વતંત્રતા પર્વના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારેફરીથી અમદાવાદના મહેમાન બનશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ઐતિહાસિક દાંડી યાત્રાના 91 વર્ષ થયા છે. જે બદલ 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Mar 9, 2021, 8:01 PM IST

Updated : Mar 11, 2021, 10:45 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી બનશે અમદાવાદના મહેમાન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ થશે પૂર્ણ
  • સાબરમતી આશ્રમનો થશે વિકાસ

અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી દાંડીયાત્રાને 12 માર્ચના રોજ 91 પૂર્ણ થઈ રહ્યા છે અને ભારતની આઝાદીના 74 વર્ષ પૂર્ણ થયા અને 75માં વર્ષની દેશભરમાં ઉજવણી કરવા કરવામાં આવી રહી છે, ત્યારે આજે 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી અમદાવાદના મહેમાન બનશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે. આ દાંડીયાત્રા 21 દિવસ સુધી ચાલશે અને નવસારી જિલ્લામાં આવેલા દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવશે. દાંડીયાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન, ડૉક્ટર હર્ષવર્ધન સહિતના નેતાઓ હાજર રહેશે સાથે સાથે કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.

દાંડી યાત્રાનું 91મું વર્ષ

સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન

કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા 1 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા આશ્રમના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને આશ્રમનો વિકાસ કરાશે.

દાંડી યાત્રાનો ઇતિહાસ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સવિનય કાનૂન ભંગની ચળવળ ચલાવવામાં આવી હતી. તે જ અરસામાં 12 માર્ચ 1930ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી અંગ્રેજો દ્વારા મીઠા પર લગાવવામાં આવેલા કરના વિરોધમાં ચળવળ શરૂ કરી હતી અને મીઠાનો કાયદો ભંગ કરવા માટે અંગ્રેજો સામે લડત આપી હતી. મહાત્મા ગાંધી 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી નવસારીના દરિયાકિનારે આવેલા દાંડી ગામ સુધી યાત્રા કરી હતી. જેમાં તેમની સાથે કુલ 80 જેટલા લોકો જોડાયા હતા. દાંડીયાત્રા 24 દિવસ સુધી ચાલી હતી. 6 એપ્રિલ 1030ના રોજ દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરી હતી મહાત્મા ગાંધીએ મીઠા પર લગાવેલા કરને નાબૂદ કર્યો હતો. મીઠા પર લગાવવામાં આવેલા કરને નાબૂદ કરવા માટે બનાવવામાં આવેલા યોજનાને લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અંગ્રેજો ધરપકડ પણ કરી હતી. 24 દિવસ સુધી ચાલેલી લડતમાં મહાત્મા ગાંધીએ 8 જિલ્લાના 48 ગામોને આવરી લીધા હતા. મહાત્મા ગાંધી અને આશ્રમના સેવકો દ્વારા દરરોજ 10 માઇલનું અંતર કાપી રસ્તામાં વચ્ચે આવતા ગામડાંઓમાં લોકોને આઝાદી વિશે જાણકારી આપતા હતા અને આઝાદીની લડતને વેગ આપતા હતા.

ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા યોજી હતી

2 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ વાઇસરોય ઇરવિન સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે અંતર્ગત જમીન મહેસુલ આકરણીમાં રાહત, સેનાના ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડા પર કરવધારો અને મીઠાપર કર સમાપ્ત કરવા સહિત વિવિધ 11 માંગણીઓ સ્વીકાર કરવા પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલા આ પ્રસ્તાવને વાઇસરોયે ફગાવી દીધો હતો, ત્યારબાદ દાંડી કૂચની યાત્રાને વેગ મળ્યો હતો. પ્રસ્તાવને લઈને ગાંધીજી ટિપ્પણી કરતા કહ્યું હતું કે, મેં ઘૂંટણ ટેકવીને રોટલીનો ટુકડો મળ્યો હતો. બદલામાં મને પથ્થર મળ્યા. દાંડીકૂચ યોજવાના પૂર્વ સંધ્યાએ ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને તમામ સેવકોને ગાંધીજીએ સંબોધિત કર્યા હતા. જેમાં એક અંદાજ પ્રમાણે 60,000 જેટલા લોકો હાજર રહ્યા હોવાનું માનવામાં આવે છે. દાંડીયાત્રા કુલ 80 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. જેમાં સ્વયંસેવકોની ઉંમર 20 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીની હતી. જોકે સૌથી મોટી ઉંમરના ગાંધીજીએ હતા. દાંડીયાત્રા ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, સિંઘ, બંગાળ, ઉત્તર પ્રદેશ અને નેપાળના સ્વયંસેવકો પણ જોડાયા હતા.

રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક

ગુજરાતના દાંડી ખાતે મીઠાના સત્યાગ્રહની યાદમાં દાંડી મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ મેમોરિયલને વિકસાવવા માટે દાંડી મેમોરિયલ કમિટી દ્વારા એક પરિકલ્પના કરવામાં આવી હતી. જેના અનુસાર સ્મારક બનાવવામાં આવ્યું છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તેમને સમર્થન આપવામાં આવ્યું હતું. IIT મુંબઈએ ડિઝાઇન કોઓરડીનેશન એજન્સી તરીકે સેવા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જાન્યુઆરી 2019ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પૂણ્યતિથીએ આ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું.

અમદાવાદ ફરી આવશે વડાપ્રધન

મુખ્ય સ્મારકની ડાબી બાજુએ 79 સ્વયંસેવકોવાળી ગાંધીજીની ખરા માપની પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિઓ કાંસમાંથી બનાવવામાં આવી છે. તેમનું નિર્માણ કરવા માટે વિશ્વભરના શિલ્પીઓને ખુલ્લું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારત, ઓસ્ટ્રેલિયા, બલ્ગેરિયા, બર્મા, જાપાન, શ્રીલંકા, તિબેટ, uk અને યુનાઇટેડ સ્ટેટ્સ માંથી 40 શિલ્પકાઓની પસંદગી કરવામાં આવી હતી. જે અંતર્ગત દરેક શિલ્પકારો બે-બે શિલ્પો બનાવ્યા હતા. સૌથી પહેલા માટીના શિલ્પો પૂર્ણ થયા. બાદમાં ફાઇબરના બીબા બનાવવામાં હતા અને બાદમાં જયપુરના સ્ટુડિયોમાં સિલિકોન અને કાંસાની મિશ્ર ધાતુમાં ઢાળવામાં આવ્યા હતા. અમદાવાદના સાબરમતી આશ્રમમાં ડેવલપમેન્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેને લઇને 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેવલપમેન્ટ માટે લીલીઝંડી પણ આપી શકે છે.

Last Updated : Mar 11, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.