ETV Bharat / city

હજી પણ 8 જિલ્લા રેડ એલર્ટ પર, NDRF બચાવ કામગીરી માટે ખડેપગે - CM Bhupendra Patel visited State Control Room

અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ હજી પણ અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી (heavy rain in all over gujarat) રહ્યો છે. તેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે હજી પણ અનેક જિલ્લા રેડ એલર્ટ પર (Gujarat Districts on Red Alert) છે. ત્યારે જોઈએ અન્ય જિલ્લાઓમાં કેટલો વરસાદ પડ્યો અને ત્યાં શું સ્થિતિ છે.

હજી પણ 8 જિલ્લા રેડ એલર્ટ પર, NDRF બચાવ કામગીરી માટે ખડેપગે

author img

By

Published : Jul 15, 2022, 10:16 AM IST

Updated : Jul 15, 2022, 11:36 AM IST

અમદાવાદઃ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ આવું આવું કરે છે પણ પડતો નથી. તેના કારણે શહેરીજનોને બફારો થઈ રહ્યો (heavy rain in all over gujarat) છે. જોકે, ગઈકાલે સવારથી વરસાદ શરૂ થયો (heavy rain in all over gujarat) હતો, પરંતુ બપોરે 12 વાગ્યા સુધીમાં વરસાદ બંધ થઈ જતાં ફરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદના કારણે વેજલપુર અને શ્રીનંદનગર જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે જો અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, રાજકોટ, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં હજી પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત (Gujarat Districts on Red Alert) થઈ ગયું છે.

  • પૂરની આ સમગ્ર પરિસ્થિતિમાં ગુજરાતનાં નાગરિકોની પળે-પળની ખબર લઇ-સતત ચિંતા કરનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah જી તેમજ બચાવ-રાહત કાર્યનું સતત નિરીક્ષણ કરતા ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીનો હૃદયપૂર્વક આભાર માનું છું

    — C R Paatil (@CRPaatil) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

8 જિલ્લા રેડ એલર્ટ પર - તો આ તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ (Gujarat Districts on Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. તો પૂર્ણા નદીમાં વધારાનું પાણી આવ્યું હતું. આ સાથે જ 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં પોરબંદર, નર્મદા, અરવલ્લી, ભાવનગરનો સમાવેશ થાય છે. તો મહારાષ્ટ્રના એલડેરી, સીધેશ્વરી ડેમ ફૂલ થઈ ગયો છે. આ ઉપરાંત 148 STના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 27 સ્ટેટ હાઈવે, 550 પંચાયત માર્ગ પણ વરસાદના કારણે બંધ કરી દેવાયા છે. બીજી તરફ નવસારીમાં નેશનલ હાઈવે અને ડાંગ તેમ જ કચ્છ નેશનલ હાઈવે પણ બંધ કરી દેવાયો હતો.

ખાડીનું પાણી શહેરમાં ઘૂસ્યું - વરસાદના કારણે સર્જાયેલી તારાજીમાં લોકોને બચાવવા NDRFની ટીમ પણ (NDRF Rescue Operation in the State) ભારે મહેનત કરી રહી છે. નવસારીમાં ગણદેવીની વેગણનીયા ખાડીના પાણી શહેરમાં ઘૂસી ગયા હતા. ત્યારે 1,200 લોકોને બચાવવા માટે NDRFની ટીમ, સ્થાનિક તરવૈયા અને ગણદેવી પાલિકાએ બચાવ કામગીરી કરી હતી. જ્યારે ગણદેવીમાં નેરોગેજ સરા લાઈન વિસ્તારમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. બીજી તરફ જિલ્લાની કાવેરી નદી પાસેના ગોલવડ અને ફડવેલ ગામના સ્થાનિકો કાવેરી નદીના કિનારે અચાનક પૂરના કારણે ફસાયા હતા.

  • સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતેથી નવસારી અને વલસાડના કલેકટરશ્રી સાથે વાતચીત કરીને ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે જાણકારી મેળવી.

    લોકોને સલામત સ્થળે ખસેડવા ઉપરાંત માર્ગો ખુલ્લા કરવા અને NDRF ની વધુ મદદ સહિતના પગલાઓ અંગે જરૂરી સૂચનાઓ આપી. pic.twitter.com/0fQwIUdCrs

    — Bhupendra Patel (@Bhupendrapbjp) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નવસારીમાં આટલો વરસાદ પડ્યો - નવસારી જિલ્લામાં સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો, નવસારીમાં 211 મિમી (8.44 ઇંચ), જલાલપોરમાં 183 મિમી (7.32 ઇંચ), ગણદેવીમાં 231 મિમી (9.24 ઇંચ), ચીખલીમાં 244 (9.74 ઇંચ), ખેરગામમાં 165 (6.6 ઇંચ), વાંસદામાં 168 (6.72 ઇંચ) વરસાદ પડ્યો હતો. બીજી તરફ ગણદેવીના આંતલિયા-ઊંડાચને જોડતો પૂલ બેસી ગયો છે. તેના કારમે પૂલ બંને તરફથી બંધ કરી દેવાયો છે. અંદાજે 8 વર્ષ અગાઉ કાવેરી નદી પર આ પૂલ બનાવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં વરસાદ

ભાવનગરની સ્થિતિ- શહેરમાં ગઈકાલે સાંજે વરસાદ બંધ થયો હતો. જોકે, ત્યારબાદ આખું આકાશ કોરું થઈ ગયું હતું. પરંતુ વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં 12,000 ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ હતી. જ્યારે ગારિયાધાર અને પાલીતાણાના ગામોને એલર્ટ કરાયા છે. શેત્રુંજી અને રાજકોટનો ચૌડાં ડેમમાં 70 ટકા સપાટી થતા એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સાથે જ તંત્રએ નીચાણવાળા વિસ્તારના ગામડાઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.

સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ - સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અહીં સૌથી વધુ 3 ઈંચ વરસાદ વિજયનગરમાં નોંધાયો હતો. તો સૌથી ઓછો 2 મિમી વરસાદ ઈડરમાં નોંધાયો હતો. આ ઉપરાંત ખેડબ્રહ્મા તેમ જ પોશીનામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં મોટા ભાગના જળાશયો હજી પણ ખાલી છે.

જૂનાગઢમાં ડેમના દરવાજા ખોલાયા

રાજકોટની સ્થિતિ - રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદના કારણે ખજુરડાથી જામખાટલી જવાનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેના કારણે રાહદારીઓ અટવાયા હતા. જ્યારે પાણીના પ્રવાહ વધતા ગ્રામજનોએ વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ટ્રેકટરની વ્યવસ્થા કરી હતી.

મોદી-શાહ રાખી રહ્યા છે નજર- તો રાજ્યમાં પૂરની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સતત નજર રાખી રહ્યા છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે માહિતી આપી હતી. તો હવે આજે (શુક્રવારે) સવારથી 2 એરફોર્સ ચોપર્સ અને NDRFની ટીમ બચાવ (NDRF Rescue Operation in the State) કામગીરી શરૂ કરી છે.

પાટીલે ટ્વિટથી આપી માહિતી - સી. આર. પાટીલે ટ્વીટ કર્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સતત ગુજરાતની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, વિનંતી પર કેન્દ્રિય ગૃહપ્રધાને 2 એરફોર્સ ચોપર્સ અને NDRF ટીમની વ્યવસ્થા (NDRF Rescue Operation in the State) કરી છે, જેણે આજથી (શુક્રવાર) રાજ્યમાં બચાવ કામગીરી શરૂ કરી હતી.

લોકોનું કરાયું સ્થળાંતર - છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પાણી ભરાઈ જવાના કારણે ઘરમાં ફસાયેલા લોકોને રાહત સામગ્રી આપવામાં આવી છે.

CMએ લીધી કન્ટ્રોલ રૂમની મુલાકાત - ખાસ કરીને નવસારી જિલ્લાની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યપ્રધાને ગુરૂવારે રાત્રે સ્ટેટ કન્ટ્રોલ રૂમની મુલાકાત (CM Bhupendra Patel visited State Control Room) લીધી હતી. સાથે જ તેમણે નવસારી અને વલસાડના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી અને રાહત કાર્ય અને બચાવ કામગીરીની વિગતો માગી હતી. તેમણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા, રસ્તાઓ અને ધોરીમાર્ગો ખોલવા અને NDRF દ્વારા (NDRF Rescue Operation in the State) કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી લીધી હતી.

વલસાડમાં લોકોનું સ્થળાંતર કરાયું - તો વલસાડ જિલ્લામાં પ્રવર્તતી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે, પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે (NDRF) જિલ્લાના (NDRF Rescue Operation in the State) નીચાણવાળા વિસ્તારોમાંથી ઓછામાં ઓછા 350 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. આ અંગે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) નિલેશ કુકડિયાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહીં પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી અમે લોકોને સલામત સ્થળોએ જવા માટે અપીલ કરી છે.

પૂર જેવી સ્થિતિ - વલસાડ જિલ્લાના દમણગંગા નદી પરના મધુબન ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. કારણ કે, આ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સતત અસર થઈ રહી છે. તો રાજ્યના અનેક ભાગોમાં પડતા અવિરત્ વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

કોસ્ટગાર્ડે મહિલા-બાળકનો બચાવ્યો જીવ - આ સિવાય કોસ્ટ ગાર્ડે ગુરુવારે નવસારીના તોરણ ગામમાં ભારે વરસાદ બાદ ફસાયેલી 2 મહિલાઓ અને એક બાળકને બચાવી લીધું હતું. ICG અનુસાર, મહિલા અને બાળકને તરત જ એરક્રાફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

કેન્દ્રિય ગૃહપ્રધાને મદદની આપી ખાતરી - આ પહેલા મંગળવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવસારીના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેઓ અસરગ્રસ્તોને મળ્યા હતા. બીજી તરફ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ મુખ્યપ્રધાને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. કારણ કે, ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાત વહીવટી તંત્ર, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અસરગ્રસ્ત લોકોને ઝડપી મદદ પૂરી પાડવામાં રોકાયેલા છે. એમ કેન્દ્રિય ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું.

પૂરના કારણે વિકટ પરિસ્થિતિ - તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થિતિ અચાનક પૂરના કારણે છે. રાજ્યમાં માત્ર 4 કલાકમાં 18 ઈંચ વરસાદ નોંધાયો છે. લોકો હવે આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

Last Updated : Jul 15, 2022, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.