- બર્થડે સેલિબ્રેશનનો વિડીયો થયો હતો વાયરલ
- તલવારથી કેક કાપી ફટાકડા ફોડી બર્થડીની કરી ઉજવણી
- નારોલ પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી
અમદાવાદ: કોરોના ગાઇડલાઇન બહાર પાડ્યા બાદ રાત્રી ( Night Curfew) માં જન્મદિવસની ઉજવણી (Birthday Celebration) કરવી એ ગેરકાયદે બાબત છે. ત્યારે, વધુ એક આવો વીડિયો અમદાવાદના વટવા વિસ્તારનો વાયરલ થયો છે. જેમાં વાયરલ વીડિયોના અહેવાલ પ્રસારિત થતાની સાથે વટવા પોલીસ તપાસમાં જોડાઈ કે વીડિયો કોણે ઉતાર્યો અને ક્યાંનો છે. જ્યારે, પોલીસને સરતાજ નગરનો વીડિયો હોવાનું સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વીડિયો જેદ રહેમાન અન્સારી નામના શખ્સનો જન્મદિવસનો હતો. આ ઉપરાંત, આરોપીઓ નાનો મોટો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદઃ જાહેરમાં તલવાર વડે કેક કાપી ફાયરિંગ કરનારનો વીડિયો વાયરલ, 9 વિરુદ્ધ ગુનો દાખલ
તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી
આ મામલે વીડિયોની અંદર યુવકો તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા નજરે પડી રહ્યા હતા. જેની વધુ તપાસ કરતા જેદ અન્સારીના મિત્ર રિઝવાન ઇકબાલ શેખ, આરબજ સેજાદ સૈયદ, મનસુરી અફસર નિસાર, રયાન નાસીરખાન પઠાણ, અસપાક મેહબૂબ ભાઇ સૈયદ, ઈમરાન મોહમ્મદ હુસેન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ નામના મિત્રો જુવાનીના જોશમાં આવી હોશ ખોઈને કોરોનામાં અને નાઈટ કરફ્યુમાં પોલીસને પડકારતો જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ કર્યો હતો.
આ પણ વાંચો: ચૂંટણીમાં દરિયાપુરમાંથી ઉમેદવારી નોંધાવેલ યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી