અમદાવાદ: અમદાવાદના મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય એવા પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પ્રેમાંજલિ પર્વ ઉજવાયો હતો.
![મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો 78 મો પ્રેમાંજલિ પર્વ ઊજવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-15-swaminarayan-mandir-photo-story-7208977_28052020212027_2805f_1590681027_557.jpg)
78માં પ્રાગટ્ય પર્વની સંતોએ સાથે મળી ઉમંગભેર ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મોગરાના પુષ્પોના બાગમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પુષ્પહાર પહેરાવી તેમના ચરણોમાં બિરાજમાન થયા હતા. જેમાં સ્વામિનારાયણ બાપા સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી.
આ પાવનકારી અવસરે પંચામૃત પૂજન, લૉક ડાઉન અને કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભક્તોને લાઈવ સંતોના વિવિધ વિધ ધાર્મિક નૃત્યો, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ, સદ્ગુરુઓની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા. સ્વામીજી મહારાજે વિશ્વમાં શાંતિ બની રહે તે માટે સક્રિય રહી સામાજિક, રચનાત્મક પ્રવૃત્તિઓ સહિત નાતજાતના ભેદભાવથી પર રહીને અઢારેય આલમને સમદ્રષ્ટિથી નિહાળ્યા છે.
સનાતન વૈદિક ધર્મમાં ઉદારતાના મેળવ્યા છે. તેઓના સાંનિધ્ય, સત્સંગ અને પ્રસંગોથી અસંખ્ય મુમુક્ષોના જીવતરને સાર્થક બનાવવાના યજ્ઞમાં સક્રિય રહે છે. પ્રભુભક્તિ, ગુરૂભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સમન્વય છે, તેમજ સેવા, સમર્પણ, સહજતા અને સરળતાનાે સંગમ દીપી ઊઠે છે.
આ અવસરે વર્તમાન સમયે ચાલી રહેલી વૈશ્વિક કોરોનાની મહામારી સંપૂર્ણ નાબૂદ થઈ જાય એનાથી સંક્રમિત થયેલા તમામ લોકો સાજા થાય અને સૌની આર્થિક સ્થિતિ સદ્ધર બને તેવી પ્રેમાંજલિ પર્વે સદ્ધર્મરત્નાકર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ભગવાનને પ્રાર્થના કરી હતી.