- પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી 775 મિલકતો સીલ કરાઈ
- જોધપુર સુર માઉન્ટની 40 મિલકતો સીલ
- દેવાશિષ બિઝનેસ પાર્કની 44 મિલકતો સામે પણ કાર્યવાહી કરવામાં આવી
અમદાવાદઃ જિલ્લાના અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના તમામ ઝોનમાં કુલ 775 જેટલી મિલકતોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં 336 મિલકતોને સીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ટેક્સ નહીં ભરનાર ડિફોલ્ટર સામે તંત્રની લાલ આંખ
શહેરની 775 મિલકતો સીલ
વિવિધ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશમાં શહેરના તમામ ઝોનમાં કુલ 775 મિલકતોને સીલ કરવામાં આવી છે. જેમાં માત્ર પશ્ચિમ ઝોન, ઉ.પશ્ચિમ ઝોન અને દ.પશ્ચિમ ઝોનમાં એક જ દિવસમાં 336 જેટલી મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વસ્ત્રાપુરના ધી ફર્સ્ટ કોમર્શિયલ કોમ્પલેક્સમાં 25, જોધપુરના સુરમાઉન્ટ ખાતે 40, એસ.જી. હાઇવેના દેવાશિષ બિઝનેસ પાાર્કમાં 44, થલતેજ હિમાલયા આર્કેડમાં 13 સહિત મિલકતો સામે કાર્યવાહી કરી છે.
શહેરના મધ્યઝોનમાં 84, ઉત્તર ઝોન 85 મિલકતો સીલ કરવામાં આવી
આશના રેસિડન્સી, સજાનંદ કોમ્પેલક્સ ખાતે પણ 20 અને ઝિયોનની 39 મિલકતો સામે કાયર્વાહી કરાઈ હતી. સી.જી. રોડ પર રૂદ્ર પ્લસમાં ગિરીશ કોલ્ડ્રીંક્સ, મલય કોમ્પલેક્સ નવરંગપુરા, સીટી સેન્ટર સ્વસ્તિક ચાર રસ્તા, મહાલ્યા કોમ્પલેક્સ નવરંગપુરા, સમુદ્ર કોમ્પલેક્સ એલિસબ્રિજ, ઇન્દ્રપ્રસ્થ-9 ન્યુ રાણીપની કેટલીક મિલકતો સામે પણ કડક પગલા લેવાયા છે. જ્યારે શહેરના મધ્યઝોનમાં 84, ઉત્તર ઝોન 85, દક્ષિણઝોનમાં 71, પૂર્વઝોન 64, પશ્ચિમઝોન 83, ઉ.પશ્ચિમ 148 અને દ.પશ્ચિમઝોનના 240 મળી કુલ 775 મિલકતો સીલ કરી દેવામાં આવી છે.
અમદાવાદની જનતાએ સોમવારે એક જ દિવસમાં 5.21 કરોડનો ટેક્સ મનપામાં જમા કરાવ્યો
અમદાવાદની જનતાએ સોમવારે એક જ દિવસમાં 5.21 કરોડનો ટેક્સ મનપામાં જમા કરાવ્યો છે. નોંધનીય છે કે, સોમવારથી મનપા દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ પરના રાહતની યોજના અમલી બનાવી છે ત્યારે નાગરિકો મોટી સંખ્યામાં તેનો લાભ મેળવે તેવી શક્યતા છે. છેલ્લા 15 દિવસમાં જ મનપાને 36.97 કરોડ રૂપિયાનો ટેક્સ નાગરિકોએ ભર્યો છે.