ETV Bharat / city

લોકડાઉન દરમિયાન પ્રવાસન વિભાગને 700 કરોડ જેટલું નુકસાન - પ્રવાસન વિભાગ

કોરોના સંક્રમણને અટકાવવા લાગૂ કરવામાં આવેલા લોકડાઉનની સૌથી વધુ અસર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગ પર પડી છે. જો સરકાર દ્વારા ટુરિઝમ ઉદ્યોગ માટે અલાયદું રાહત પેકેજ આપવામાં નહીં આવે અને તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે. આ ઉપરાંત આ સેક્ટર સાથે સંકળાયેલા હજારો લોકો રોજગારી ગુમાવી શકે છે. કોરોનાના લીધે સમગ્ર વિશ્વના ટુરિઝમ ઉદ્યોગને ફટકો પડ્યો છે, ત્યારે ગુજરાતી અને ભારતીય પરિવારો થોડા સમય સુધી ફરવાનું ટાળી શકે છે અને વિદેશી પ્રવાસની સંભાવના પણ ઓછી જણાઇ રહી છે.

ETV BHARAT
લોકડાઉન દરમિયાન પ્રવાસન વિભાગને 700 કરોડ જેટલું નુકસાન
author img

By

Published : Jun 1, 2020, 7:12 PM IST

અમદાવાદ: કોરોના સંક્રમણને કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનની સૌથી વધુ અસર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને પડી છે. આના કારણે ટુરિઝમની સમગ્ર સપ્લાય ચેઈનને નુકસાન પહોંચ્યું છે. જેમાં હોટલ, રેસ્ટોરન્ટ, લોન્ડ્રી અને ટ્રાવેલ્સના ધંધાને પણ અસર થઈ છે.

કોરોના સંક્રમણના પગલે વિદેશી પ્રવાસ એક સપનું બની જશે, તેવું હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે. સરકાર દ્વારા જ્યારે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે લોકો ટ્રાવેલ એજન્ટ પાસે રિફંડની માંગણી પણ કરી રહ્યા છે.

લોકડાઉન દરમિયાન પ્રવાસન વિભાગને 700 કરોડ જેટલું નુકસાન

આ અંગે અક્ષર ટ્રાવેલ્સના મેનેજિંગ ડિરેક્ટર મનીષ શર્માએ જણાવ્યું કે, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને ફેબ્રુઆરી મહિનાથી લઈને મે સુધી 700 કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન લોકો ફરવા માટે મોટા પ્રમાણમાં જતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાના પગલે જે લોકોએ બુકિંગ કરાવ્યું હતું, તે લોકો પણ રિફંડ માગી રહ્યા છે. આ ઉપરાંત દિવાળીનું બુકિંગ પણ આ સમય ગાળામાં શરૂ થઇ જતું હોય છે, પરંતુ આ વખતે હજૂ સુધી શરૂ થયું નથી.

અક્ષર ટ્રાવેલ્સ તરફથી સીટીની બસો પણ ચાલતી હોય છે, ત્યારે આ અંગે મનીષ શર્માએ જણાવ્યું કે, હવે 8મેથી મોટાભાગના મોન્યુમેન્ટ્સ ખુલી રહ્યાં છે, ત્યારે અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન રાખીને આ બસ સેવા શરૂ કરવાનું વિચારી રહ્યાં છીંએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.