અમદાવાદ: કોરોનાની મહામારીમા સંક્રમણને કાબૂમાં લેવા માટે જાહેરમાં માસ્ક પહેરવું જાહેરમા થુંકવું નહીં અને સોશિયલ ઓડીટ પેન્ડિંગનું પાલન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં દંડની રકમમાં તોતિંગ વધારો કરી દીધો છે. જેમાં જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ રૂપિયા 200થી વધારીને 500 કરી દેવાઇ છે, જ્યારે શહેરના પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો પાનના ગલ્લાના માલિકને રૂપિયા 10 હજારનો દંડ કરશે. નવો દંડ વસૂલાત કરવા મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ પાસે સત્તા છે, જેનો તાત્કાલિક અમલ પણ શરૂ થઈ ગયો હતો. આવા સમયે શહેરનો યુવા વર્ગ પણ તંત્રના નિર્ણયને આવકારે છે, પરંતુ સાથે સાથે કેટલાક સજેશન પણ આપી રહ્યો છે.
રોહન જરદોશ જણાવે છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા નિર્ણય આવકાર્ય છે. કારણ કે, હજી પણ લોકો શહેરમાં માસ્ક પહેરવા અંગે સજાગ બન્યા નથી. જો લોકો માસ્ક પહેરે છે, તો પણ તેને વ્યવસ્થિત રીતે પહેરતા નથી અને તેના કારણે સંક્રમણ વધવાની પુરેપુરી શક્યતાઓ છે.
- અમદાવાદમાં માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ હવેથી ૫૦૦નો દંડ
- કોરોનાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક પગલા લેવાયા
- ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો પાનના ગલ્લાના માલિકને 10 હજારનો દંડ
- શહેરનો યુવા વર્ગ પણ તંત્રના નિર્ણયને આવકારે છે
જ્યારે જાહેરમાં મુકવા બાબતે છે. દંડ વસૂલવામાં આવે છે, તે પણ યોગ્ય જ છે કારણ કે હજી પણ એવા લોકો છે. જે રસ્તા પર કે પછી ક્યાંય પણ ઊભા હોય ત્યાં થૂંકતા હોય છે અને તેના લીધે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ ઊભી થાય છે. આવા સમયે સરકારે જાહેર જનતાને પણ આ ડ્રાઈવમાં સામેલ કરવા જોઇએ.
આ અંગે વાત કરતા રોહન વધુ જણાવે છે કે, પોલીસ અને કોર્પોરેશન બધી જગ્યાએ પહોંચી શકે તેના માટે લોકોએ જ સજાગ થવું જોઈએ. જો કોર્પોરેશન અને પોલીસ સાથે મળી એવું કોઈ સોફ્ટવેર કે કોઈ સોશિયલ મીડિયા પર એવું કોઈ પેજ બનાવે છે. જેમાં લોકો જ માસ્ક ના પહેરનાર અને જાહેરમાં ગંદકી કરનાર લોકોનો ફોટો કે વીડિયો બનાવી તંત્ર સુધી મોકલે તો તેમને દંડ થઈ શકે છે.
જો જાહેર જનતાને આ ડ્રીમ ટીમમાં સામેલ કરવામાં આવશે, તો લોકો માં પહેરવા અંગે અને જાહેરમાં નાથવા અંગે વધારે જાગૃતિ આવશે અને આ રીતે જ આપણે કોરોના સંક્રમણ નહીં વધતા અટકાવી શકીશું.