ETV Bharat / city

બર્ડ ફ્લૂના ભય વચ્ચે અમદાવાદમાં 40 કબૂતરના મોત - મૃત પક્ષીઓનો નિકાલ

ઘણા સમયથી બર્ડ ફ્લૂના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પણ આજે એકસાથે 40 જેટલા કબૂતરોના મોત નિપજ્યા છે. જેને લઇને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

નારોલ વિસ્તારમાંથી મૃત કબૂતર
નારોલ વિસ્તારમાંથી મૃત કબૂતર
author img

By

Published : Feb 4, 2021, 10:57 PM IST

  • નારોલ વિસ્તારમાં એકસાથે ૪૦ કબૂતર ના મોત
  • નલાંભાથી પશુ દવાખાનાની ટીમ ઘટના સ્થળ પર
  • મૃત પક્ષીઓના મૃતદેહ સેમ્પલ ભોપાલ મોકલાશે

અમદાવાદ : નારોલમાં આવેલ આકૃતિ ટાઉનશીપમાં ગુરુવારે સવારથી સાંજ સુધીમાં 40થી વધુ કબૂતર ના મોત નિપજ્યા છે. જેને લઇને લાંભાથી પશુ દવાખાનાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ગાઇડલાઇન પ્રમાણે કબુતરનો નિકાલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હતી.

નારોલ વિસ્તારમાંથી મૃત કબૂતર
નારોલ વિસ્તારમાંથી મૃત કબૂતર
મૃત કબૂતરના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવશેમહત્વનું છે કે, હાલમાં બર્ડ ફ્લૂના કિસ્સાઓ વધારે સામે આવ્યા છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં 40થી વધુ કબૂતરોના એકસાથે થયેલી મોતને લઈને તંત્રની સાથે જ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ગાઈડ લાઈન પ્રમાણે તમામ મૃત પક્ષીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તે સાથે જ મૃત પક્ષીઓના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવશે. તેના બાદ જ ખ્યાલ આવશે કે પક્ષીઓના મોત બર્ડ ફ્લૂ ના કારણે થયાં છે કે અન્ય કોઇ કારણના લીધે થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.