ETV Bharat / city

અમદાવાદમાં લૂંટ કરતી ઉત્તરપ્રદેશની ગેંગના 4 સાગરીતો ઝડપાયા - ahemdabad meghani nagar

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી મોબાઇલની લૂંટ કરનાર ઉત્તરપ્રદેશની ગેંગની પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા બે આરોપીઓ અમદાવાદમાં લૂંટ કરવા માટે મોડી રાત્રે રીક્ષા લઈ સરદાર પટેલ રિંગ રોડ પર પહોંચી જતા હતાં. એકલ દોકલ વ્યક્તિને હથિયાર બતાવી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થતા હતાં. મોબાઈલ ચોરીના 13 જેટલા ગુનાના ભેદ પોલીસે ઉકેલ્યા છે.

અમદાવાદમાં લૂંટ કરતી ઉત્તરપ્રદેશની ગેંગના 4 સાગરીતો ઝડપાયા

author img

By

Published : May 31, 2021, 2:25 PM IST

  • ઘરમાં ઘુસી મોબાઇલની લૂંટ કરનાર ઉત્તરપ્રદેશની ગેંગની મેઘાણીનગર પોલીસે ધરપકડ કરી
  • એકલ દોકલ વ્યક્તિને હથિયાર બતાવી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરતા
  • પોલીસે મોબાઈલ ચોરીના 13 જેટલા ગુનાના ભેદ પોલીસે ઉકેલ્યા

અમદાવાદઃ મેઘાણીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં 25મેના રોજ બે શખ્સ ઘુસી મોબાઇલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે લૂંટની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી

પોલીસે ઘરમાં ઘુસી હાજર ચાર શખ્સને પકડી લીધા

સર્વેલન્સ સ્ક્વોડના PSI આર.ડી જાડેજા અને ટીમને બાતમી મળી હતી કે, મોબાઈલ લૂંટ કરનાર આરોપીઓ પુષ્પાનગર ગલી નંબર A-10માં છુપાયા છે. જેથી સર્વેલન્સ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘરમાં પહોંચી હતી. ઘરની નીચે તાળું મારેલું હતું, પરંતુ ઉપરના રૂમમાં દરવાજો ખુલ્લો હતો. જેથી પોલીસે ઘરમાં ઘુસી હાજર ચાર શખ્સને પકડી લીધા હતા.

પોલીસને આરોપીઓ પાસેથી બે તમંચા, ચાર જીવતા કારતુસ અને 13 મોબાઈલ મળ્યા

પોલીસે પૂછપરછ કરતાં તેમના નામ મૂળ મેઘાણીનગરના રવિ રાજપૂત, મૂળ ઉત્તરપ્રદેશના ગૌરવ પરિહાર અને રોકી ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેમની પાસેથી બે તમંચા, ચાર જીવતા કારતુસ અને 13 મોબાઈલ મળ્યા હતા.

આ પણ વાંચોઃ કુખ્યાત ફેક્ચર ગેંગના 5 આરોપીની ધરપકડ

આરોપીઓ રીક્ષા લઈ નાના ચિલોડાથી સનાથલ સુધી જતા

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PI જે.એલ.ચૌહાણે જણાવ્યું હતું કે, આરોપીઓ રીક્ષા લઈ નાના ચિલોડાથી સનાથલ સુધી જતા હતા. ત્યાં એકલા બસ કે રિક્ષાની રાહ જોતા વ્યક્તિ પાસેથી લૂંટ કરી ફરાર થઈ જતા હતા. 13 જેટલા મોબાઈલ રિકવર કર્યા છે. બાતમી મળતા સર્વેલન્સ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને આરોપીઓને મોકો મળે તે પહેલાં જ દબોચી લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.