ETV Bharat / city

31st Celebration 2021: અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના 5 જ દિવસમાં નોંધાયા 69 કેસ

અમદાવાદમાં પોલીસ દ્વારા વાહનો અને બહારથી આવતા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મદાવાદમાં 5 જ દિવસમાં 69 ડ્રિંક અને ડ્રાઇવના કેસ નોંધાયા છે. તો પોલીસે ચુસ્ત બંદોબસ્ત (police bandobast in ahmedabad) ગોઠવી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

31st Celebration 2021: અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના 5 જ દિવસમાં નોંધાયા 69 કેસ
31st Celebration 2021: અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના 5 જ દિવસમાં નોંધાયા 69 કેસ
author img

By

Published : Dec 31, 2021, 8:58 PM IST

અમદાવાદ: અમદાવાદ પૂર્વ વિસ્તાર (ahmedabad east area), એરપોર્ટ, સરદારનગર, નરોડા, કૃષ્ણનગર, નારોલ જેવા હાઇવેવાળા માર્ગ ઉપર પોલીસ દ્વારા વાહનો અને બહારથી આવતા લોકોનું સઘન ચેકિંગ (vehicle checking by ahmedabad police) કરવામાં આવી રહ્યું છે. 31st ડિસેમ્બરમાં દારૂની રેલમછેલ અટકાવવા તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે પોલીસ તંત્રએ દરેક લોકો અને વાહન ચાલકોનું મુખ્યમાર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસે પોતપોતાના પોલીસ સ્ટેશનની હદની આજુબાજુમાં ચુસ્ત બંદોબસ્ત (police bandobast in ahmedabad) ગોઠવી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

પોલીસનું સઘન પેટ્રોલિંગ

જિલ્લા પોલીસવડાના આદેશથી વાહન ચેકિંગ હાથ ધરાયું છે. નવા વર્ષની ઉજવણી (31st Celebration 2021)ને લઈ બુટલેગરો સક્રિય ના થયા તે માટે વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરની ઉજવણીમાં જોડાઈને કોવિડ-19 ગાઈડલાઈન્સ (Covid 19 guidelines Gujarat)નો ભંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસ વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતું.

શહેરમાં પોલીસ પોઈન્ટ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું

કોરોના (Corona In Gujarat)ને લઇને કેટલાક પ્રતિબંધો છે તેવામાં હવે અમદાવાદ પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. 31 ડિસેમ્બરે પોલીસ સતત પેટ્રોલિંગ (ahmedabad police patrolling) ચાલું રાખશે. આ દરમિયાન જો કોઈ દારૂ પીને નીકળતા પકડાશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના JCP પ્રેમવીર સિંઘે જણાવ્યું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે અને સેલિબ્રેશન અંગે પણ કોઈએ મંજૂરી માગી નથી. સાથે જ તેમણે લોકોને માસ્ક પહેરવા અને ભીડભાડવાળા વિસ્તારમાં એકઠા ન થવા માટે અપીલ કરી છે. અમદાવાદ શહેરમાં પોલીસ પોઈન્ટ (Police points in ahmedabad) અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. શી ટીમ, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ પણ સર્ચ કરશે.

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસો માટે મેગા ડ્રાઇવ

પ્રોહિબિશન ડ્રાઈવ (prohibition drive in ahmedabad)પણ કરવામાં આવશે. સાથે જ દારૂ પીને વાહન ચલાવતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. 11 વાગ્યાથી રાત્રી કર્ફ્યૂ (Night Curfew In Ahmedabad)નો અમલ કરાવવામાં આવશે. બંદોબસ્તમાં 13 હજાર પોલીસ જવાનો, 12- 12 DCP કક્ષાના અધિકારીઓ અને 50 જેટલા નાકાબંધી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. નવા વર્ષે દારૂબંધીવાળા ગુજરાતમાં પણ લોકો દારૂની પાર્ટી કરે છે. રાતભર જાગીને દારૂ ઢીંચે છે. આવામાં અમદાવાદમાં મોટી સંખ્યામાં પીધેલાઓ પકડાયા છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ (Drink And Drive Cases In Ahmedabad) સહિત ટ્રાફિક વધતા અકસ્માત અને અન્ય ગુનાખોરીનું પ્રમાણ વધી જાય છે. આ સ્થિતિમાં અમદાવાદ પોલીસ સતર્ક બની છે. નવા વર્ષની ઉજવણીમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે અમદાવાદ શહેર પોલીસે મેગા ડ્રાઇવ શરૂ કરી છે.

5 દિવસમાં 69 ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ

અમદાવાદ શહેર પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસો માટે મેગા ડ્રાઇવ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં આ ડ્રાઇવના કારણે 2021માં 351 કેસો નોંધાયા છે. અમદાવાદ પોલીસે આ ડ્રાઇવ દરમિયાન રેકોર્ડ બ્રેક દંડ પણ વસૂલ્યો છે. આ ડ્રાઇવથી અમદાવાદમાં 5 જ દિવસમાં 69 ડ્રિંક અને ડ્રાઇવના કેસ નોંધાયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ લોકો ડ્રિંક કરીને ડ્રાઇવ કરતા હોવાથી અકસ્માતની ઘટનામાં પણ ધરખમ વધારો થયો છે. આ દૂષણને ડામવા માટે પોલીસ સતર્ક બની છે અને વર્ષના અંતે ડ્રાઇવ શરૂ કરી છે.

આ પણ વાંચો: 31st Celebration 2021: રાજ્યમાં રાત્રે 11 વાગ્યા પછી કર્ફ્યુ હોવાથી અમદાવાદીઓએ કાઢ્યો તોડ, DJને ગોવા-ઉદયપુર માટે બુક કરાવ્યા

આ પણ વાંચો: Police checking in Valsad : નવા વર્ષની ઉજવણી કરી દમણથી પરત થતા લોકોને પકડી એક સાથે રાખવા માટે પોલીસે મેરેજ હોલ બુક કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.