- બુલેટ ટ્રેનને લઈ જમીન સંપાદન સામે હાઈકોર્ટમાં અરજી
- સરકાર પુનર્વસનની સુવિધા આપે તેવી કરાઈ માગ
- આગામી ગુરૂવારે કરવામાં આવશે સુનાવણી
અમદાવાદઃ મુંબઈ અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) અવારનવાર વિવાદમાં સપડાય છે. ત્યારે હેવ આ પ્રોજેક્ટ ( Bullet Train Project ) માટે જમીન સંપાદનમાં અહીંની વસાહતમાંથી 318 લોકો હાઈકોર્ટની શરણે ગયા છે. તેમણે કોર્ટમાં અરજી કરી સરકારને પુનર્વસનની વ્યવસ્થાનો આદેશ આપવા માગ કરી હતી. કોર્ટે આ અરજીની આગોતરી નકલો વેસ્ટર્ન રેલ્વે (ડબલ્યુઆર) નેશનલ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન, અમલ કરનારા અધિકારીને આપવાનો નિર્દેશ કર્યો હતો. આગામી ગુરૂવારે હાઇકોર્ટે આ મામલે સુનાવણી કરશે.
આ પણ વાંચો- કોરોનાને કારણે ફેમિલી કોર્ટમાં સેક્સ્યુઅલ એબ્યુઝ, ઘરેલુ હિંસાનું પ્રમાણ વધ્યુંઃ એડવોકેટ સોનલ જોશી
રહીશો 30 વર્ષોથી ચાલીમાં રહે છે
આ અરજી સાબરમતી વિસ્તારમાં આવેલી જે. પી.ની ચાલીના રહીશોએ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ અહીં 30 વર્ષથી વધુ સમયથી ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, પરંતુ અધિકારીઓએ તેમને કોઈ જોગવાઈ વિના હાંકી કાઢ્યા હતા. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી પુનર્વસન માટેની મૌખિક ખાતરી હોવા છતાં રેલવે વહીવટી તંત્રએ તેમને 22 ફેબ્રુઆરી 2021એ 7 દિવસની અંદર ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી.
આ પણ વાંચો- મેહુલ ચોક્સી(Mehul Choksi)ની જામીન અરજી પર સુનાવણી 11 જૂન સુધી રખાઇ મુલતવી
રજૂઆતો છતાં મકાન તોડવાનું ચાલુ કર્યું
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડબ્લ્યુઆર સમક્ષ રજૂઆતો કરવા છતાં રેલ્વે તંત્રએ 15 માર્ચે તેમના મકાનો તોડવાનું શરૂ કર્યું છે. આથી તેઓને પુનર્વસનની તાત્કાલિક જરૂર છે.