- બ્લેક ફંગસને ગુજરાતમાં જાહેર કરાઈ મહામારી
- વ્હાઇટ ફંગસના પણ અમદાવાદમાં 3 કેસ નોંધાયા
- વ્હાઇટ ફંગસ શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે
અમદાવાદઃ રાજયમાં કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઈકોસીસને પણ મહામારી જાહેર કરવામાં આવી છે. મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસ કહેવામાં આવે છે. ત્યારે હવે દેશમાં વ્હાઇટ ફંગસના પણ કેસ સામે આવી રહ્યા છે. જેમાં અમદાવાદમાં પણ વ્હાઇટ ફંગસના કેસ સામે આવ્યા છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં અપાઈ રહી છે સારવાર
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસના 3 કેસ સામે આવ્યા છે. સોલા સિવિલમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને ઇન્જેક્શન આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમની સાથે સાથે દર્દીઓની સારવાર પણ કરવામાં આવે છે. ત્યારે સોલા સિવિલમાં 3 વ્હાઇટ ફંગસના કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. વ્હાઇટ ફંગસ શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. બ્લે્ક ફંગસ મોઢાના ભાગમાં જ થાય છે. જ્યારે વ્હાઇટ ફંગસ ફેફસા, કિડની, આંતરડા, ગુપ્તાંગ, પગ સહિતના ભાગોમાં થાય છે. તેમની સારવાર માટે દવાઓ પણ ઉપલબ્ધ છે. પરંતુ નિષ્ણાંતોના મત પ્રમાણે આ રોગ બ્લેક ફંગસથી પણ વધારે ઘાતક હોઇ શકે છે.