ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટઃ શુક્રવારે કોરોનાના નવા 2,640 કેસ આવ્યા સામે - કોરોના અપડેટ

રાજ્યમાં કોરોનાનો કહર સતત વધી રહ્યો છે. શુક્રવારે રાજ્યભરમાં કુલ 11 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. વળી અમદાવાદમાં ડિસ્ચાર્જ થવા કરતા નવા નોંધાતા કેસની સંખ્યા પણ વધુ રહી હતી.

ગુજરાત કોરોના અપડેટઃ શુક્રવારે કોરોનાના નવા 2,640 કેસ આવ્યા સામે

author img

By

Published : Apr 2, 2021, 10:06 PM IST

  • કોરોનાને કારણે એક જ દિવસમાં રાજ્યમાં 11 મોત
  • નવા કેસ નોંધાવાના કિસ્સામાં અમદાવાદ પ્રથમ
  • અમદાવાદ બાદ સુરત બીજા ક્રમે રહ્યું

આ પણ વાંચોઃ નવસારીમાં શુક્રવારે નવા 18 લોકો કોરોના સંક્રમિત થયા

અમદાવાદઃ શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 2,640 કેસ નોંધાયા હતા, જ્યારે 11 લોકોના મોત થયા હતા. અમદાવાદ શહેર કે જ્યાં 621 કેસ જ્યારે 539 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ બહારના એટલે કે અમદાવાદ જિલ્લામાં કુલ આઠ નવા કેસ જ્યારે 6 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નવા 506 કેસ જ્યારે 579 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગપાલિકાના હદ વિસ્તાર બહારના સુરત જિલ્લામાં નવા 138 કેસની સામે ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા 84 હતી, વડોદરામાં મનપામાં 322 કેસ જ્યારે મનપા બહારના હદ વિસ્તારમાં 53 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટમાં 307 કેસ, ગાંધીનગરમાં 55 કેસ નવા નોંધાયા હતા.

નવા 4 લાખ કરતા વધુ લોકોનું કરાયું રસીકરણ

રાજ્યમાં શુક્રવારે પણ રસીકરણની નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ 4,40,346 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. વધુમાં રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા 2,640 કેસ નોંધાયા હતા જ્યારે 2,066 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી કોરોનાને કુલ 2,94,650 દર્દીઓએ માત આપી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં પ્રાઇવેટ હોસ્પિટલ ફૂલઃ મનપાના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

રાજ્યમાં દર્દીઓની સ્થિતિ

હાલ રાજ્યમાં કોરોનાના કુલ 13,559 એક્ટિવ કેસ છે. જેમાંથી 158 દર્દીઓ વેન્ટિલેટર ઉપર જ્યારે 13,401 દર્દીઓ સ્ટેબલ છે. મહત્વનું છે કે અત્યાર સુધી કુલ 29,04,650 લોકો ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 4,539 લોકોના મૃત્યુ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.