ETV Bharat / city

એક વર્ષમાં 25 હજાર રખડતા ઢોર પકડ્યાં: અમદાવાદ કોર્પોરેશન - અમદાવાદ

અમદાવાદમાં રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવાનો મુદ્દો હંમેશા હોટ ટોપિક રહ્યો છે. તો ઢોરવાડામાંથી ઢોર ગુમ થવાનો મામલો પણ આજકાલ ચર્ચામાં છે. ત્યારે અમદાવાદ કમિશનરે આ મુદ્દે વધુ વિગતો આપી હતી.

etv bharat
એક વર્ષમાં 25,000 રખડતાં ઢોર પકડ્યાં, આટલા થઈ ગયાં RFID: અમદાવાદ કોર્પોરેશન
author img

By

Published : Mar 12, 2020, 9:35 PM IST

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ઢોરવાડામાંથી ઢોર ગુમ થવા મામલે વિવાદ ચાલી રહ્યો છે. હવે આ મામલે AMC કમિશનરે નિવેદન આપ્યું છે કે, શહેરમાંથી છેલ્લાં એક વર્ષમાં 25 હજાર રખડતા ઢોરને પકડવામાં આવ્યાં છે.

એક વર્ષમાં 25,000 રખડતાં ઢોર પકડ્યાં
આવી કાર્યવાહીમાં અનેક વખત અધિકારીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ મામલે પોલીસ કેસ પણ કરવામાં આવ્યાં છે. સાથે જ તેમણે જણાવ્યું કે, શહેરમાં જ્યાં સુધી ઢોરનો ત્રાસ બંધ નહી થાય ત્યાં સુધી મનપા દ્વારા કામગીરી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે મનપા તંત્ર દ્વારા ઢોરને RFID ટેગ લગાવવામાં આવી રહ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં 20,000થી વધુ ઢોરોને RFID ટેગ લગાવવામાં આવ્યાં છે.જો આગામી દિવસોમાં તે ઢોર પકડાય તો માલિક સામે કાર્યવાહી પણ કરાશે. ઢોરવાડામાંથી ગાય ગુમ થવાના મામલે ફરિયાદ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. વિજિલન્સને તપાસ માટેની સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા કઇ રીતે ગણતરી કરવામાં આવી અને ગણતરીમાં ભૂલ થઈ તેની માહિતી લેવાના આદેશ અપાયાં છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.