- અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો
- કેસની સાથે માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર પણ ઘટ્યા
- આજે 247 નવા કેસ નોંધાયા
અમદાવાદઃ રાજ્ય સહિત શહેરમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શહેરના માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે, શહેરના વધુ 12 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે. તો હવે શહેરમાં 86 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે.
વધુ 12 વિસ્તાર માઇક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત
શહેરમાં 12 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્ત કરાયા છે. ઝોન પ્રમાણે જો વિસ્તારની વાત કરીએ તો, સાઉથ ઝોનના 4, વેસ્ટ ઝોનના 4 અને નોર્થ વેસ્ટ ઝોનના 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આજે શહેરમાં નવા 247 કેસ, 268 દર્દીઓે ડિસ્ચાર્જ
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે સતત પાંચમા દિવસે પણ 300થી ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 247 નવા કેસ અને 268 દર્દી સાજા થયા છે. જ્યારે 8 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 239 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 8 દર્દીના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 53 હજાર 668 થયો છે. જ્યારે 47 હજાર 519 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તેમજ મૃત્યુઆંક 2 હજાર 160 થયો છે.