- 2008માં અમદાવાદમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનો મામલો
- 58 નિર્દોષોના મોત અને 244 લોકો ઘાયલ થયા હતા
- કોર્ટે તમામ દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો
અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટમાં કુલ 58 લોકોના મોત તેમજ 244 લોકો ઘાયલ થયા હતા. તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે કુલ 78 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે અમદાવાદમાં 20, અને સુરતમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રના મામલે 15 ફરિયાદ થઇ હતી. આમ, કુલ 35 કેસો ફાઈલ કરવામાં આવ્યા હતા. હાલ 8 આરોપીને પોલીસ શોધી રહી છે. આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદે તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. કેસનો મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે જુહાપુરાનો તોફીક અબ્દુલ સુભાન કોચીનની જેલમાં છે.
વિડીયો કોન્ફરન્સથી સુનાવણી થઈ હતી
કોરોનાના કારણે કોર્ટ બંધ હોવાથી આ મુદ્દે સુનાવણી થોડા સમય બંધ રહી હતી, પરંતુ ત્યારબાદ આ કેસમાં વિડીયો કોન્ફરન્સથી ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટમાં હવે જુબાની અને અંતિમ દલીલો પૂર્ણ થઈ છે. તમામ દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ જજ એ.આર. પટેલે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં આરોપીનું ફરધર સ્ટેટમેન્ટ અંદાજે 4700 પાનાનું છે. સરકાર તરફથી આરોપીઓની જુબાની ખાસ સરકારી વકીલો એમ.એચ ધ્રુવ, અમિત પટેલ, મિતેષ અમીન અને, સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા લેવામાં આવી હતી.
વધુ વાંચો: 26 જુલાઈ 2008 : એ ગોઝારો દિવસ, જ્યારે સતત 70 મિનીટ સુધી અમદાવાદ બોમ્બ ધડાકાઓના અવાજથી ગૂંજતુ રહ્યું
વધુ વાંચો: Ahmedabad Bombings of 2008 : અમદાવાદ બાદ ક્યુ શહેર હતું આતંકીઓના નિશાના પર ?