- ટેક્નિકલ યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને વેદ ભણાવશે
- GTU દ્વારા વિવિધ કોર્ષ શરૂ કરાયા
- ટેક્નિકલ અને નોન ટેક્નિકલને લગતા 20 કોર્ષ શરૂ કરાયા
- ચાલુ વર્ષમાં 8 નવા સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાયા
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર GTU અને પુનાના ભીષ્મ ઇન્ડિક ફાઉન્ડેશનના સયુંક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને વારસા 12 શોર્ટ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેનાથી વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો થાય અને હાલની પેઢી પ્રાચીન સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે આ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ 8 નવા સર્ટિફિકેટ કોર્ષથી લઈને માસ્ટર્સ લેવલના ટેક્નિકલ કોર્ષ શરૂ કરાયા છે. આ સાથે જ લેકાવાડા ખાતે 260 કરોડના ખર્ચે ત્રણ ગ્રીન બિલ્ડીંગ પણ તૈયાર કરવામા આવશે. જે સંપૂર્ણ ગ્રીન બિલ્ડીંગ થીમ પર તૈયાર કરાશે. આ 100 એકર જમીનમાં 17 થી વધુ ભવનો સ્થાપવામાં આવશે.
આ પણ વાંચો: GTU યુનિરેન્કમાં દેશમાં 27મું અને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું
લેકાવાડા ખાતે 100 એકર જમીનમાં નવા 17 બિલ્ડીંગ તૈયાર કરાશે
આ મામલે GTU ના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના વિકાસ માટે GTU કામ કરી રહી છે. GTU દ્વારા એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે, ફુલ ટાઈમ પી.એચ.ડી. કરનારા વિદ્યાર્થીને 25 હજાર અને પોસ્ટ ડૉક્ટરેટ કરનારા વિદ્યાર્થીને 50 હજાર ફેલોશીપ પ્રતિ મહિને આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તેને જોતા GTU માં પણ કેટલાક ફોરેનર અને અફઘાનિસ્તાનના વિદ્યાર્થી અભ્યાસ કરે છે, ત્યારે 58 અફઘાની વિદ્યાર્થી GTU માં અભ્યાસ કરે છે. ICCR સાથે અમે સંપર્કમાં છીએ. અમે તેમને આ મામલે રજૂઆત પણ કરી છે. વિદ્યાર્થીઓની સ્કોલરશીપ વધારવા માટે પણ રજૂઆત કરી છે. હાલમાં દરેક વિદ્યાર્થીના માતા- પિતા સાથે અમે વાત કરીએ છીએ. આ ઉપરાંત સરકારને આ અંગે અમે રજૂઆત કરી છે. હાલમાં દરેક વિદ્યાર્થી સલામત છે અને અમારા દ્વારા દરેક વસ્તુઓ પુરી પાડવામા આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: માનસિક તાણના કારણે વિદેશી વિદ્યાર્થીએ આપઘાત કર્યો
આ કોર્ષ કરનારા વિદ્યાર્થીઓની વિદેશમાં વધુ માગ: ક્ષિતિજ પાટુફૂલે
આ મામલે ભીષ્મ ઇન્ડિક ફાઉન્ડેશનના સ્થાપક ક્ષિતિજ પાટુફૂલે જણાવ્યું કે, ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું યોગ્ય જતન થાય તેમજ તેમાં રિસર્ચ થાય તે માટે આ કોર્ષ પ્રથમવાર GTU માં શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્ષ કરનારા વિદ્યાર્થીઓની વિદેશમાં વધુ માગ જોવા મળે છે.