અમદાવાદઃ અગાઉ 8 રેસિડેન્ટ ડોકટરોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં હતો. જેઓ SVP હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર કરતાં ડોકટર કોરોનાના શિકાર થયાં હતાં. ત્યારબાદ ડોકટરોની માગને ધ્યાનમાં રાખી સંપર્કમાં આવેલા અન્ય ડોકટરોને ક્વોરન્ટીન કરવાનો ઓથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા 2 ડૉક્ટરોનો કોરોના પોઝીટીવ આવતાં રેસિડેન્ટ ડોકટરોમાં ખળભળાટ મચી છે.
રેસિડેન્ટ ડોકટરોએ વોટ્સએપ ગ્રુપમાં કોરોના ટેસ્ટ કરી કોરોન્ટાઇન પત્ર લખ્યો છે. અને સુપરિટેન્ડટને તાત્કાલિક રિપોર્ટ કરાવવા અપીલ કરી છે. 3 રેસિડેન્ટ ડોકટરો પોઝિટિવ ડોકટરોના સંપર્કમાં આવ્યાં હતાં.