- કોરોનાના કેસમાં સતત વધારો
- અમદાવાદમાં સતત બીજા દિવસે 500થી વધુ કેસ
- કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે
અમદાવાદ: માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.
આ પણ વાંચો : ખેડામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો, નવા 24 કેસ નોંધાયા
19 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પુષ્કર હોમ્સ, નાના ચિલોડા, સરદારનગરમાં 20 મકાનોના 75 લોકો, આરોહી ઈલિસિયમ બોપલના 4 મકાના 16 લોકો, રોઝવુડ એસ્ટેટ જોધપુરના 16 મકાનના 56 લોકો, મોહજગત સોસાયટી વટવાના 7 મકાનના 28 લોકો, શ્રીરામ સોસાયટી ઘોડાસરના 9 મકાનના 38 લોકો, ઘોડાસરની રાણા સોસાયટીના 15 મકાનના 65 લોકો, ધર્મદેવનગર સોસાયટીના 12 મકાનના 65 લકો, જશોદાપાર્ક સોસાયટીના 10 મકાનના 51 લોકો તથા આનંદ સોસાયટી ભાડૂયાતનગરના 8 મકાનના 41 લોકો સામેલ છે.
મણિનગરના શ્યામ એપોર્ટમેન્ટના 12 મકાનના 50 લોકો
ચાંદખેડામાં ડીકેબિનની દેવભૂમિ સોસાયટીના 3 મકાનના 15 લોકો અને શારદા કૃપા સોસાયટીના 8 મકાનના 38 લોકો, પાલડીમાં સુગમ એવેન્યૂના 4 મકાનના 9 લોકો, સુકૃત એપોર્ટના 8 મકાનના 31 લોકો, નવરંગપુરા શ્રેયાંસ ક્રોસિંગના પુષ્પક ટાવરના 3 મકાનના 20 લોકો, આંબલી બોડકદેવના સંતૂર બંગલોઝના 8 મકાનોના 35 લોકો, થલતેજના ઈન્દ્રપ્રસ્થ ટાવરના 64 ઘરના 250 લોકો અને ચાંદલોડિયાના ઈલાઈટી ગ્રીન એપાર્ટમેન્ટના 16 મકાનના 65 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.
કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 506 નવા કેસ અને 459 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,338 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો : ખેડામાં કોરોનાના કેસમાં વધારો નોંધાતા તંત્ર આવ્યું હરકતમાં