- અમદાવાદ શહેરમાં કુલ 281 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં
- કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર ચિંતામાં
- અમદાવાદમાં નવા સ્ટ્રેનના સૌથી વધુ 9 હજારથી જેટલા કેસ
અમદાવાદ: શહેરમાં ગોતા, બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, જોધપુર, નવરંગપુરા, નારણપુરા, મણીનગર, ઘોડાસર, ખોખરા, નિકોલ સહિત વધુ 19 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉમેરાતા અને 24 જેટલા વિસ્તારોને દૂર કરવામાં આવતા હાલ કુલ 273 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમદાવાદ શહેરમાં અમલમાં હોવાનું જાણવા મળ્યું છે.
અત્યાર સુધીમાં કુલ 73,246 પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ ફરીથી કોરોના મૃત્યુનુ હોટસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત સાતમાં દિવસે 600થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 626 નવા કેસ નોંધાયા છે. તો સામે 598 દર્દીઓ સાજા થયા છે. મૃત્યુ આંક 2,359 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો અમદાવાદ જિલ્લાનો 73,246 પર પહોંચ્યો છે. જે પૈકી 68,743 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે.