- 15th Angie Mac Trade Show 2021 શરુ થયો
- VGGS 2022માં આંતરરાષ્ટ્રીય સહભાગીતાની પીઠિકા તૈયાર થઈ
- ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્ટોલની મુલાકાત લીધી
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠક બાદ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 15th Angie Mac Trade Show 2021નો શુભારંભ કરાવ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે એન્જિમેક ટ્રેડ શોમાં સ્થિત વિવિધ સ્ટોલની મુલાકાત લઇ ઓટોમેશન અને રોબોટિક્સ, લેઝર મેટલ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને મશીન ટૂલ્સ જેવા ક્ષેત્રની નવીનતમ તકનીકો, સંલગ્ન મશીનરીઝની માહિતી મેળવી હતી.
VGGS 2022માં આંતરરાષ્ટ્રીય સહભાગીતાની પીઠિકા તૈયાર
ટ્રેડ-શોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્ટોલની (Defense Research and Development Organization) વિશેષ મુલાકાત લીધી હતી. 2022માં જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (vibrant gujarat global summit 2022) યોજાવાની છે ત્યારે આ એન્જિમેક ટ્રેડ-શો 2021થી વાઇબ્રન્ટ સમિટમાં (VGGS 2022) આંતરરાષ્ટ્રીય સહભાગીતાની પીઠિકા તૈયાર થઈ છે. ‘આત્મનિર્ભર ગુજરાતથી (Atmanirbhar Gujarat) આત્મનિર્ભર ભારત’ની (Atmanirbhar Bharat) વિભાવનાને સાકાર કરવા માટે એન્જીમેક ટ્રેડ શો (15th Angie Mac Trade Show 2021) ગુજરાતની લોકલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીસને અપડેટ કરવામાં અને ઉત્પાદન પ્રક્રિયાઓને વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં મદદરૂપ થશે.
5 ડિસેમ્બર સુધી 15th Angie Mac Trade Show 2021 ચાલશે
તા. 1 થી 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ ટ્રેડ-શોમાં (15th Angie Mac Trade Show 2021) યુ.એસ.એ; તાઇવાન, ઇટલી, સ્પેન, જર્મની, જાપાન, યુ.કે; સિંગાપોર જેવા વિદેશોમાંથી સહયોગીઓને આમંત્રિત કરાયા છે. ટ્રેડ-શોમાં અગ્રણી ઉદ્યોગના સંચાલકો દ્વારા વિવિધ સેમિનારનું આયોજન પણ કરવામાં આવે છે. ટ્રેડ-શોની મુલાકાત વેળાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશભાઇ પંચાલ, ટ્રેડ-શોના આયોજકો અને અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે
આ પણ વાંચોઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022: જર્મન અને ડચ ડેલિગેટ્સને દર્શાવાઈ ધોલેરામાં રોકાણની તકો