ETV Bharat / city

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1,574 નર્સિંગ સ્ટાફ સતત દર્દીઓની સેવામાં તહેનાત

સમગ્ર વિશ્વમાં 12મી મેના દિવસને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોવિડ મહામારીમાં આરોગ્યકર્મીઓ અગ્રેસર રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા વિદુલાબહેન પટેલ, ભારતીબહેન મહેતા અને અંજનાબહેન ક્રિશ્ચિયન સિવિલમાં નિવૃત્તિ બાદ ફરીવાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થયા છે.

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1574 નર્સિંગ સ્ટાફ સતત દર્દીઓની સેવામાં તહેનાત

author img

By

Published : May 12, 2021, 12:24 PM IST

  • સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત થયેલો નર્સિંગ સ્ટાફ ફરીવાર સેવા અર્થે ફરજ પર હાજર
  • 1,574 નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત
  • 403 નર્સિંગ સ્ટાફ સેવાયજ્ઞમાં જોડાયો

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનારૂપી દૈત્યએ જયારે ભરડો લીધો છે ત્યારે દેવદૂત બનીને સફેદ વસ્ત્રમાં PPE કીટ પહેરીને દર્દીઓની સારવાર માટે યોદ્ધા બનીને અનેક ફ્લોરેન્સ વીરાંગનાઓની બહાદુરીની ગાથાનો સમય છે. પરિવારની દેખભાળ સાથે દર્દીઓની સારવારમાં જીવનું જોખમ છે, પરંતુ સેવા અને ફરજનિષ્ઠ સિસ્ટર્સ એક પણ દિવસની રજા લીધા વગર આ જવાબદારીને ઈશ્વરનો પ્રસાદ માનીને નિભાવી રહી છે.

12મી મેના દિવસને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

સમગ્ર વિશ્વમાં 12મી મેના દિવસને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોવિડ મહામારીમાં આરોગ્યકર્મીઓ અગ્રેસર રહ્યા હતા. જીવની પરવા કર્યા વિના દર્દીનારાયણને બચાવવા માટે અવિતર સંઘર્ષ કરતા રહ્યા. રાજ્ય, દેશ અને દુનિયાના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓએ ઘાતક વાયરસથી માનવજાતને બચાવવા માટે મથતા રહ્યા છે.

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલ હેઠળ આવતી સંસ્થાઓમાં કુલ-552 મહિલા નર્સો બજાવી રહી છે ફરજ

નિવૃત્તિ બાદ ફરીવાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા વિદુલાબહેન પટેલ, ભારતીબહેન મહેતા અને અંજનાબહેન ક્રિશ્ચિયન સિવિલમાં નિવૃત્તિ બાદ ફરીવાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થયા છે. તેઓ દ્રઢપણે માને છે કે, માનવસેવા માટેનો આ ઉત્તમ અવસર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વિદુલાબહેન પટેલે 34 વર્ષની સેવા બાદ 30 એપ્રિલ 2021એ નિવૃત્ત થયા હતા પણ ખરાબ પરિસ્થિતિને પિછાણીને તે સ્વૈચ્છિક રીતે સેવામાં જોડાયા છે. વિદુલાબહેને 1986માં સિવિલમાં ફરજ પર જોડાયા હતા. ત્રણ દાયકાની કામગીરી બાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં નવી ઈનિંગની શરુઆત કરી.

ફરજ બજાવવા અને યથાશક્તિ યોગદાન આપવા માટે હું તત્પર છું: વિદુલાબહેન

”આ કપરા સમયમાં ફરજ બજાવવા અને યથાશક્તિ યોગદાન આપવા માટે હું તત્પર છું.“ વિદુલાબહેનની મુખ્યત્વે કામગીરી સ્ટાફ મેનેજમેન્ટની છે. વિદુલાબહેનની જેમ જ ભારતીબહેન મહેતા પણ નિવૃત્તિ બાદ ફરી સિવિલ મેડિસીટીમાં સ્થિત 1,200 બેડ હોસ્પિટલમાં A-4 વોર્ડમાં ફરજ બજાવે છે.

25 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયેલા અંજનાબહેન ક્રિશ્ચિયન ફરી સેવારત થયા

હું અહીં કોવીડના દર્દીઓની સેવાનો મોકો મળ્યો તેની ખુશી છે. સિવિલ હોસ્પિટલમાં 25 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયેલા અંજનાબહેન ક્રિશ્ચિયન ફરી સેવારત થયા છે. હાલ તેઓ ENT વિભાગમાં કામ કરે છે. જેમાં મોટાભાગે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવારનું કામ હોય છે.

આ પણ વાંચો: જામનગરમાં જી. જી. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તારીખ 12થી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે

દર્દીઓને મદદરુપ થવાનો આનંદ અનેરો

આ પરિસ્થિતિમાં દર્દીઓને મદદરુપ થવાનો આનંદ અનેરો હોય છે. દિવસ અને રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે રહ્યા છીએ. જેમાં માત્ર લક્ષ્ય એક તમામ દર્દી સ્વસ્થ થઈ જાય તે પ્રકારનો રહેતો હતો.

કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ એ જ ઉત્સાહ સાથે સ્ટાફ પુનઃ ફરજ પર હાજર

કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં તબીબોની લગોલગ નર્સિંગ સ્ટાફની ભૂમિકા પણ ચાવીરૂપ રહી છે. સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1,200 બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં 1,574 જેટલો નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં તહેનાત રહે છે. અત્યાર સુધીમાં 403 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ એ જ ઉત્સાહ સાથે પુનઃ ફરજ પર હાજર થયા છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામે CM વિજયભાઈ રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત સમગ્ર દેશમાં કોરોનામુક્ત થવામાં અગ્રેસર રાજ્ય હશે. કદાચ, આવી પરિચારિકા બહેનો જેવી ઉત્તમ ભાવનાના પગલે જ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ સપનાને ઝડપથી સાકાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.