ETV Bharat / city

144th Jagannath Rathyatra: ત્રણેય રથનું કરવામાં આવ્યું પૂજન - rathyatara news

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલા ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજનવિધિ કરવામાં આવી છે. જેમાં મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથપૂજન કરવામાં આવ્યું છે.

144th Jagannath Rathyatra: ત્રણેય રથનું કરવામાં આવ્યું પૂજન

author img

By

Published : Jul 11, 2021, 7:41 PM IST

  • પરંપરાગત ત્રણેય રથની પૂજા કરવામાં આવી
  • મંદિરમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
  • ભક્તોને કંટ્રોલ કરવા પોલીસને ભારે પડ્યું

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે ગત વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે પરંતુ આ પહેલા ત્રણેય રથ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને શુભદ્રાના પરંપરાગત રીતે પૂજનવિધિ કરવામાં આવી છે. જેમાં મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથપૂજન કરવામાં આવ્યું છે.

144th Jagannath Rathyatra: ત્રણેય રથનું કરવામાં આવ્યું પૂજન

ત્રણેય રથની પૂજા કરવામાં આવી

આજે રવિવારે વહેલી સવારથી જ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. જ્યારે પરંપરાગત રીતે દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા ત્રણેય રથની પૂજા કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ દર્શન કરવામાં ભક્તો કોરોનાને ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભક્તોને કંટ્રોલ કરવા માટે પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું લાગ્યું છે. ત્યારે મંદિરમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા નજરે આવ્યા છે. જેમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર જોવા મળ્યા છે.

આ પણ વાંચો: 144th Rathyatra: મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરને ચાંદીનો રથ આપ્યો ભેટમાં

જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું

ત્યારે આજે સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી છે. ત્યારે હાલમાં મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ત્યારે હવે ભગવાનને નગરચર્યા કરવા માટે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેને લઈને સમગ્ર રથયાત્રા પર CCTV દ્વારા બાજનજાર રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.