અમદાવાદઃ 14 સપ્ટેમ્બરથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યક્ષ ફિઝિકલ સુનાવણી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, બુધવારે નવા 12 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ફિઝિકલ અને વીડિયો કોન્ફરેન્સથી સુનાવણી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આવેલા કાયદા ભવન, જ્યુડિશિયલ એકેડમી સહિતના પરિસરોને સેનિટાઈઝ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેનિટાઈઝ કરાશે. 14 સપ્ટેમ્બરના કેસ લિસ્ટ પર 16 સપ્ટેમ્બરના રોજ સુનાવણી કરાશે.