- પશ્ચિમ રેલવે દ્વારા બનાવવામાં આવી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાની સદી
- 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને 9 રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો 8971.17 ટન પ્રાણવાયુ
- ઓક્સિજન પરિવાહનમાં રેલવેનો મુખ્ય રોલ
અમદાવાદ: ભારતીય રેલ્વેએ દેશભરના વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવાની પ્રક્રિયા ચાલુ રાખી છે. આ જ ક્રમમાં, પશ્ચીમ રેલ્વેએ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની સદી ફટકારી છે.
રેલવેએ દેશના અનેક ભાગોમાં પહોંચાડ્યો ઓક્સિજન
પશ્ચિમ રેલ્વેએ 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને લક્ષ્ય હાંસલ કર્યું છે અને અત્યાર સુધીમાં આશરે 8971.19 ટન પ્રાણવાયુ દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં પૂરો પાડવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં લગભગ 8971.19 લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કરવામાં આવ્યું છે.
રો-રો સેવા અંતર્ગત પહોંચાડાયો ઓક્સિજન
નોંધનીય છે કે, પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન નવીન પ્રયત્નોથી BWT વેગનમાં RO-RO સેવા અંતર્ગત ઓક્સિજન ટેન્કરોથી ભરેલી ટ્રક લોડ કરીને 25 એપ્રિલ, 2021ના રોજ રાજકોટ ડિવિઝનના હાપાથી કાલમ્બોલી (મહારાષ્ટ્ર) માટે રવાના થઈ હતી. ત્યારબાદ, 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત કરવામાં આવી છે.
ઓક્સિજન ટેન્કરમાં 137.21 ટન ઓક્સિજન પરિવહન કરવામાં આવ્યો
26 જૂન 2021ના રોજ, પશ્ચિમ રેલ્વેની 100મી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનને આંધ્રપ્રદેશના ગુંટુર માટે રાજકોટ ડિવિઝનના રિલાયન્સ રેલ ટર્મિનલ કાનાલુસથી રવાના કરવામાં આવી હતી, જેમાં 8 ઓક્સિજન ટેન્કરમાં 137.21 ટન ઓક્સિજન પરિવહન કરવામાં આવ્યો હતો.
રેલવે ઓક્સિજન પરિવહન માટે પ્રતિબદ્ધ
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા, દેશભરમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન આપવામાં આવ્યો હતો, જેનાથી ઘણા નાગરિકોના કિંમતી જીવ બચાવવામાં આવ્યા છે. ભારતીય રેલવે ઓક્સિજનની જરૂરિયાતવાળા રાજ્યોને ટૂંક સમયમાં શક્ય તેટલું લિક્વિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવા પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો -
- વિવિધ 15 માગોને લઈને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન
- કોરોનાને કારણે પશ્ચિમ રેલવેને આવકમાં 3400 કરોડ રૂપિયાની ખોટ
- વડાપ્રધાન મોદી 17 જાન્યુઆરીએ નર્મદાના કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે
- કચ્છની રેલ સેવાઓમાં થશે વધારો, ભુજની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા વિવિધ સુવિધાઓનું લોકાર્પણ
- પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતથી પહેલી પાર્સલ વિશેષ ટ્રેન બાંગ્લાદેશ સુધી ચલાવશે
- ગુજરાતથી મોકલાયેલી 'ઓક્સિજન એક્સપ્રેસ' મુંબઈના કલમ્બોલી રેલવે સ્ટેશન પહોંચી