ETV Bharat / city

National Health First : પેરા એથલિટ્સના હેલ્થ સ્ક્રીનિંગને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યું સ્થાન

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે એથલીટ્સ હેલ્થ સ્ક્રીનીંગનો (National Health First) સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં (Health Screening at Narendra Modi Stadium) દાંત, આંખ, ન્યુટ્રીશન, જેવા વિષયો પર હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

author img

By

Published : Apr 8, 2022, 8:17 AM IST

Updated : Apr 8, 2022, 8:51 AM IST

National Health First : પેરા એથલિટ્સનું હેલ્થ સ્ક્રીનિંગને ગિનેસ બુક ઓફ રેકોર્ડ મળ્યું સ્થાન

અમદાવાદ : વિશ્વ આરોગ્ય દિવસે ભારતના પેરા એથલિટ્સ માટે નેશનલ હેલ્થ ફેસ્ટનો (National Health Fest) સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ ફેસ્ટ 06 અને 07 એપ્રિલ દરમિયાન યોજાયો હતો. જેમાં ગુજરાતના 33 જિલ્લાના 10 હજાર જેટલા દિવ્યાંગ એથલિટ્સનું હેલ્થ સ્ક્રીનિંગ (Health Screening in Gujarat) કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે એથલીટ્સ હેલ્થ સ્ક્રીનીંગનો સમારોહ

ભારતમાં 75 હજાર દિવ્યાંગ એથલિટ્સનું હેલ્થ સ્ક્રીનિંગ - ગુજરાતમાં પેરા એથલિટ્સ ની તબીબી તપાસના ભાગરૂપે 7500 થી વધુ એથલિટ્સનું સ્ક્રિનિંગ કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા અમદાવાદ (Health Screening at Narendra Modi Stadium) ખાતે યોજાયું હતું. આ ઉપરાંત ગુજરાતના ચાર જિલ્લાના ખેલાડીઓનું સ્ક્રીનીંગ સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. જો સંપૂર્ણ ભારતની વાત કરવામાં આવે તો આઝાદીના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં 75થી વધુ શહેરોમાં 75,000 ખેલાડીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગોના પ્રદર્શનની પ્રશંસા
દિવ્યાંગોના પ્રદર્શનની પ્રશંસા

આ પણ વાંચો : કેવડિયામાં 9 અને 10 એપ્રિલે યોજાશે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત

રેકોર્ડમાં સ્થાન - ગુજરાતમાં 750 મેડિકલ સ્વયંસેવકો દ્વારા દાંત, આંખ, ન્યુટ્રીશન, જેવા વિષયો પર હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આઠ તબીબી સંસ્થાઓ જોડાઈ હતી. આ કાર્યક્રમની પુર્ણાહુતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાઇ હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ખેલાડીઓ (Health Screening of Players in Gujarat) ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ક્રિનિંગને ગિનીસ બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો : Oral Health Day 2022: અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હેલ્થ ચેકઅપનું આયોજન કરાયું

વડાપ્રધાનનો સંદેશ - આ ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સંદેશો પાઠવ્યો હતો. તેમણે વિશ્વ આરોગ્ય દિવસે (World Health Day) દિવ્યાંગ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી. દિવ્યાંગ ખેલાડીઓના હેલ્થ ચેકઅપના આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. દેશમાં દિવ્યાંગો માટે સમાનતાની તક સર્જાય તેની વાત કરી હતી. ઉપરાંત પેરા ઓલમ્પિકમાં (Athletes Health Screening in Ahmedabad) દિવ્યાંગોના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

Last Updated : Apr 8, 2022, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.