અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 506.55 પોઈન્ટ (0.95 ટકા) તૂટીને 52,670.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 146 પોઈન્ટ (0.92 ટકા)ના ઘટાડા સાથે 15,704.20ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- 7માં મહિનાના આ 7 મોટા ફેરફાર તમારા માટે જાણવા જરૂરી, નહીં તો...
આ શેર્સ ચર્ચામાં રહેશે- સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (State Bank of India), રૂટ મોબાઈલ (Route Mobile), જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક (Jammu and Kashmir Bank), ગોદાવરી પાવર એન્ડ ઈસપેટ (Godawari Power and Ispat), એક્રિસિલ (Acrysil), ઓરિએન્ટ બેલ (Orient Bell), હઝૂર મલ્ટિ પ્રોજેક્ટ્સ (Hazoor Multi Projects), જિનસ પેપર એન્ડ બોર્ડ્સ (Genus Paper and Boards), ડીપ ડાયમંડ ઈન્ડિયા (Deep Diamond India), શ્રી બજરંગ એલાયન્સ (Shri Bajrang Alliance).
આ પણ વાંચો- બોન્ડ પર પૈસા લગાવતા પહેલા જાણો ખાસયિત, જાણો આ રીતે થશે રોકાણ
વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 169.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 1.07 ટકા તૂટીને 26,759.99ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.31 ટકાનો ઉછાળો આવ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 0.88 ટકાના ઘટાડા સાથે 15,303.85ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 1.30 ટકાના ઘટાડા સાથે 22,127.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સિવાય કોસ્પીમાં 1.75 ટકા ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.38 ટકાના ઘટાડા સાથે 3,396.14ના સ્તર પર જોવા મળી રહ્યો છે.