અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 373.53 પોઈન્ટ (0.70 ટકા)ના ઘટાડા સાથે 52,645.41ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 120.70 પોઈન્ટ (0.76 ટકા) તૂટીને 15,656.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-GST Council Meet: જાણો, શું સસ્તું થયું અને શું મોંઘું થયું
આ સ્ટોક્સમાં રોકાણથી ફાયદો થવાની શક્યતા - રૂટ મોબાઈલ (Route Mobile), ઈન્ડસ ટાવર્સ (Indus Towers), એશિયન પેઈન્ટ્સ (Asian Paints), બર્ગર પેઈન્ટ્સ (Berger Paints), લ્યુપિન (Lupin), ગ્લોબસ સ્પિરિટ્સ (Globus Spirits), તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ (Tilaknagar Industries), રોયલ ઓર્ચિડ હોટેલ્સ (Royal Orchid Hotels).
આ પણ વાંચો- વધતી જતી મોંઘવારી વચ્ચે સ્માર્ટ રીતે રોકાણ કેવી રીતે કરવું?
વૈશ્વિક બજારની સ્થિતિ- એશિયન બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 31.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.88 ટકાના ઘટાડા સાથે 26,159.53ની આસપાસ જોવા મળી રહ્યું છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.02 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 1.77 ટકા તૂટીને 14,563.53ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.62 ટકાના ઘટાડા સાથે 21,859.79ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.79 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.16 ટકા તૂટીને 3,393.27ના સ્તર પર જોવા મળી રહ્યું છે.