ETV Bharat / business

કોર્પોરેટ વૉરઃ અદાણીના 7000 કરોડના કોન્ટ્રાક્ટ સામે ટાટાની અરજી સુપ્રીમે ફગાવી - Tata Group industrialist Ratan Tata

કોર્પોરેટ જગતમાં આમ તો દરરોજ નાની-મોટી ફાઈટ ચાલતી હોય છે. ક્યારેક સંપત્તિને લઈને તો ક્યારેક શેરના આંકડાને લઈને. પણ અદાણી અને ટાટા પાવર વચ્ચે થઈ રહેલી લડાઈનો મામલો સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી પહોંચ્યો હતો. જેમાં દેશની સુપ્રીમ કોર્ટો યોગ્ય પુરવાઓને ધ્યાને લીઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે, ટાટા પાવરની અરજીને ફગાવી દેતા, નોમિનેશનના (Supreme court Delhi) આધારે અદાણી (Corporates Adani) બિજલીને રૂપિયા 7,000 કરોડ ટ્રાન્સમિશન કોન્ટ્રાક્ટ આપવાના મહારાષ્ટ્ર વીજળી નિયમનકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

કોર્પોરેટ વૉરઃ અદાણીના 7000 કરોડના કોન્ટ્રાક્ટ સામે ટાટાની અરજી સુપ્રીમે ફગાવી

author img

By

Published : Nov 24, 2022, 7:31 AM IST

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની (Supreme court Delhi) હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે ટાટા પાવરની અરજી ફગાવી દીધી હતી. અદાણી પાવરને નોમિનેશનના આધારે રૂપિયા 7,000 કરોડના ટ્રાન્સમિશન કોન્ટ્રાક્ટ (tata powers plea) આપવાના મહારાષ્ટ્ર વીજળી નિયમનકારના નિર્ણયને ટેકો જાહેર કરી દેતા મામલો સ્પષ્ટ થયો છે. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ એ પણ વિચારણા કરી રહી હતી કે શું નોમિનેશનના આધારે મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આપી શકાય ખરા.

શું કહ્યું કોર્ટેઃ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે 'ઈલેક્ટ્રીસિટી એક્ટ 2003 રાજ્યોને આંતર-રાજ્ય વીજ ટ્રાન્સમિશન માટે પૂરતી રાહત આપે છે. વર્ષ 2003ના કાયદાની જોગવાઈઓ ટેરિફ નક્કી કરવા માટે અસરકારક પદ્ધતિ પ્રદાન કરતી નથી. યોગ્ય કમિશન બોલી લગાવવા છતાં જે ટેરિફ આવે છે તેને નકારી શકતું નથી. કલમ 63ને કલમ 62 પર અગ્રતા આપી શકાય નહીં.' MERC એ ન તો ટેરિફ સેટ કરવા માટે દિશાનિર્દેશો ઘડ્યા છે, તેથી સામાન્ય નિયમનકારી શક્તિનો ઉપયોગ કરીને ટેરિફ સેટ કરવા પડશે.

સમય બગાડ્યોઃ મહારાષ્ટ્ર સરકાર સાથે વાંચવામાં આવેલ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 જીઓએમ બિડિંગ રૂટથી ટેરિફ ઘડતું નથી. આ કેસ રાજ્ય પાવર ટ્રાન્સમિશનની કાર્યપ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. MSETCL ફ્લિપ ફ્લોપ સમય બગાડ્યો છે. કોર્ટે તમામ રાજ્ય કમિશનને 2003ના અધિનિયમની કલમ 61 મુજબ રાષ્ટ્રીય નીતિ અનુસાર ટેરિફના નિર્ધારણ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે 'લાભ અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડવા જોઈએ'. ટાટા પાવરે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (MERC)ના ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB)ની પ્રક્રિયાને અનુસર્યા વિના અને "અન્ય વિકાસકર્તાઓને બાકાત રાખીને" આટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને એવોર્ડ આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

અદાણીને રાહતઃ માર્ચ 2021માં અદાણી ઈલે.ને રજીસ્ટ્રેશનના આધાર પર 7000 કરોડ રૂપિયાનું ટ્રાંસમિશન લાયસન્સ મહારાષ્ટ્ર વિદ્યુત નિયામક આયોગને આપવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ નિર્ણય સામે એપ્રિલ મહિનામાં ટાટા પાવરે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી. જેની સુનાવણી અંગે કોર્ટે આ નિર્ણય જાહેર કરી દીધો હતો. આ કેસમાં અદાણીને મોટી રાહત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.