મુંબઈ : ખાસ કરીને રિલાયન્સ, ટાઈટન, ટીસીએસ મજબૂત રહેતા નિફ્ટી 19500 ની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો હતો. બપોરના 1 વાગ્યા આસપાસ માર્કેટમાં મીડકેપ ફ્લેટ પોઝિશન પર હતી. જોકે, પછીથી નિફ્ટીમાં 132 પોઇન્ટ ઘટાડો જોવા મળ્યો હતો. સમયાંતરે કુલ 430 પોઈન્ટના કડાકા સાથે શેર માર્કેટમાં એક પ્રકારનો ઘટાડો દેખાયો હતો.
શેર માર્કેટમાં રેકોર્ડ : સપ્તાહના અંતિમ દિવસોમાં પણ એક રીતે જોઈએ તો શેર માર્કેટમાં એક પ્રકારનો રેકોર્ડ જોવા મળ્યો હતો. BSE 339 પોઈન્ટ ઉપર ચડીને પહેલી વખત 65785 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 19497 પર બંધ થયો હતો. બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં સૌથી વધુ નુકસાન થયું હતું. ઈન્ડેક્સમાં પણ વ્યાપક બજારોમાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. BSE મિડ-કેપ ઇન્ડેક્સ 0.54 ટકા અને BSE સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.20 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો હતો.
નફો-નુકસાન : ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ અને આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ મિડ-કેપ્સમાં ટોચના ગેઇનર્સ હતા, જ્યારે સનટેક રિયલ્ટી અને ટેલબ્રોસ ઓટોમોટિવ લિમિટેડ સ્મોલ-કેપ્સમાં ટોચના ગેનર હતા. તારીખ 7 જુલાઈ, 2023 ના રોજ, BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ રૂ. 301 લાખ કરોડે પહોંચ્યું હતું. 151 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 17 શેર તેમના 52 સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
સારા પરિણામની આશા : મહારાષ્ટ્ર સરકારમાંથી 150 ઈલેક્ટ્રિક બસનો ઓર્ડર મળતા ઓલેક્ટ્રા ગ્રીનટેક કંપનીને 10000 કરોડનો ઓર્ડર મળ્યો છે. જોકે, મોંઘવારી સતત વધી રહેલી હોવાને કારણે નવા રોકાણકારોની એન્ટ્રી થોડા સમય માટે નહીવત માન્ય રહી છે. બીજી બાજુ સોનામાં થતું રોકાણ સૌથી સુરક્ષિત મનાતું હોવાને કારણે ઘણા વેપારીઓ પણ હવે સોનામાં રોકાણ કરીને એક ચોક્કસ સમયના અંતે મોટી રકમ કમાતા થયા છે. જોકે, સતત ત્રણ દિવસ સુધી રેકોર્ડ સ્તર પર માર્કેટ રહ્યા બાદ હવે કંપનીઓને સારા પરિણામની પણ આશા છે.