અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ફ્લેટ થઈ છે. આજે સવારે 9.41 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 29.02 પોઈન્ટ (0.05 ટકા)ના ઘટાડા સાથે 61,595.13ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 3.65 પોઈન્ટ (0.02 ટકા)ના વધારા સાથે 18,332.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 54.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.11 ટકાના વધારા સાથે 27,994.68ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.70 ટકા ઉછાળો આવ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 2.40 ટકાના વધારા સાથે 14,514.95ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 2.92 ટકાના વધારા સાથે 18,133.81ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.24 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.73 ટકાના વધારા સાથે 3,105.93ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ સ્ટોક્સમાં થઈ શકે છે ફાયદો ઓએનજીસી (ONGC), એપોલો ટાયર્સ (Apollo Tyres), એનબીસીસી (NBCC), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon), માર્કસન્સ ફાર્મા (Marksans Pharma), ગ્રેવ્સ કોટન (Greaves Cotton), પોલિપ્લેક્સ (Polyplex), વેદાન્ત ફેશન્સ (Vedant Fashions).