અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) સામાન્ય ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.24 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 3.65 પોઈન્ટ (0.01 ટકા)ના ઘટાડા સાથે 61,290.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 4.15 પોઈન્ટ (0.02 ટકા)ના ઘટાડા સાથે 18,228.40ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ સ્ટોક્સથી થઈ શકે છે ફાયદો એચડીએફસી (HDFC), એચડીએફસી બેન્ક (HDFC Bank), બીએસઈ (BSE), બીએફ ઈન્વેસ્ટમેન્ટ (BF Investment), પંજાબ એન્ડ સિંધ બેન્ક (Punjab and Sind Bank), સાઉથ ઇન્ડિયન બેન્ક (South Indian Bank) ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank).
વૈશ્વિક બજારની સ્થિતિ એશિયન માર્કેટમાં (World Stock Market) ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 34.50 પોઈન્ટના ઘટાડા સાથે 18,271.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 327.13 પોઈન્ટના ઘટાડા સાથે 25,767.37ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.36 પોઈન્ટના ઘટાડા સાથે 3,245.44ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 10.01 પોઈન્ટના વધારા સાથે 3,126.52ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 32.23 પોઈન્ટના ઉછાળા સાથે 2.250.91ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.