અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 349.06 પોઈન્ટ (0.56 ટકા)ના ઘટાડા સાથે 61,832.61ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 120.55 પોઈન્ટ (0.71 ટકા)ની નબળાઈ સાથે 18,400ના સ્તર પર જોવા મળ્યો હતો.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે ગ્લેનમાર્કે ફાર્મા (Glenmark Pharma), અદાણી ટોટલ ગેસ (Adani Total Gas), બેન્ક ઑફ બરોડા (Bank of Baroda), અલ્કમ લેબોરેટરીઝ (Alkem Laboratories), પીટીસી ઇન્ડિયા ફાઈનાન્શિયલ સર્વિસીઝ (PTC India Financial Services), એફલ ઇન્ડિયા (Affle India), વોડાફોન આઈડિયા (Vodafone Idea).
વૈશ્વિક બજારની સ્થિતિ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 40 પોઈન્ટ નબળાઈ સાથે જોવા મળી રહ્યો છે. તો એશિયામાં પણ દબાણ જોવા મળી રહ્યું છે.