અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) પણ નબળી થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 100.02 પોઈન્ટ (0.17 ટકા) તૂટીને 58,122.08ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 26.85 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 17,304.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે ટાઈટન કંપની (Titan company), એચસીએલ ટેકનોલોજીઝ (HCL Technologies), યસ બેન્ક (Yes Bank), ડાબર ઇન્ડિયા (Dabur India), એનટીપીસી (NTPC), ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસીઝ (Datamatics Global Services), ક્વૂસ કોર્પ (Quess Corp).
વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 42.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.59 ટકાના ઘટાડા સાથે 27,149.76ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.23 ટકા ઉછળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.77 ટકાના ઘટાડા સાથે 13,784.55ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 1.04 ટકાના ઘટાડા સાથે 17,824.39ની આસપાસ જોવા મળી રહ્યું છે. બીજી તરફ કોસ્પીમાં 0.31 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.55 ટકાના ઘટાડા સાથે 3,024.39ના સ્તર પર જોવા મળી રહ્યો છે.