અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત તેજી સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 296.43 પોઈન્ટ (0.50 ટકા)ના વધારા સાથે 60,089.57ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 80.70 પોઈન્ટ (0.45 ટકા)ના ઉછાળા સાથે 17,914.05ના સ્તર પર વેપાર કરી (stock market news india today) રહ્યો છે.
આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries), ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (Oil and Natural Gas Corporation), તાતા સ્ટિલ (Tata Steel), અનુપમ રસાયણ ઇન્ડિયા (Anupam Rasayan India), એચ જી ઈન્ફ્રા એન્જિનિયરિંગ (H G Infra Engineering), આશાપૂરા મિનકેમ (Ashapura Minechem).
વૈશ્વિક બજારની સ્થિતિ વૈશ્વિક શેરબજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે. આજે એશિયનમાં નિક્કેઈ મજબૂત જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી અને યુએસ ફ્યૂચર્સમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે અમેરિકી બજાર શુક્રવારે 2 ટકાથી વધુ દોડ્યો હતો. બીજી તરફ ચીન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગના બજાર આજે બંધ છે.