અમદાવાદ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) સામાન્ય ઘટાડા અને સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 51.10 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 62,130.57ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 0.55 પોઈન્ટના વધારા સાથે 18,497.15ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ બીપીસીએલ (BPCL) 3.12 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 1.98 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 1.55 ટકા, યુપીએલ (UPL) 1.22 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 1.22 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ એશિયન પેઇન્ટ્સ (Asian Paints) -1.88 ટકા, ઈન્ફોસિસ (Infosys) -1.41 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -1.18 ટકા, ટાઈટન કંપની (Titan Company) -1.18 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -1.12 ટકા.