અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 151.60 પોઈન્ટ (0.25 ટકા)ના ઘટાડા સાથે 61,033.55ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 45.80 પોઈન્ટ (0.25 ટકા)ના સામાન્ય ઘટાડા સાથે 18,157ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ અદાણી પોર્ટ્સ (Adani Ports) 4.14 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 2.42 ટકા, આઈટીસી (ITC) 2.01 ટકા, ડો રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) 1.39 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 1.19 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) -4.14 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -4.14 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -3.35 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -2.46 ટકા, ગ્રેસિમ (Grasim) -1.66 ટકા.