અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 220.86 પોઈન્ટ (0.37 ટકા)ના ઘટાડા સાથે 60,286. 04ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 43.10 પોઈન્ટ (0.24 ટકા) તૂટીને 17,721.50ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોમાં નિરાશા જોવા મળી રહી છે.
આ પણ વાંચો Life Insurance: જીવન વીમા પોલિસી લેતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખશો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ 14.64 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ 2.09 ટકા, કોટક મહિન્દ્રા 1.63 ટકા, અદાણી પોર્ટ્સ 1.41 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 1.22 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃ તાતા સ્ટીલ -5.11 ટકા, હિન્દલ્કો -3.98 ટકા, આઈટીસી -2.65 ટકા, સન ફાર્મા -1.66 ટકા, મારુતી સુઝૂકી -1.63 ટકા.
આ પણ વાંચો Adani Group Share: અદાણી ગ્રુપને રાહત મળી, શેરના ભાવમાં ઉછાળો
આજે બજારની સ્થિતિઃ આજે દિવસભરની ઉથલપાથલ પછી ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજના વેપારમાં એફએમસીજી, ઑટો શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે રિયલ્ટી, બેન્કિંગ, ફાર્મા શેર્સમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ એનર્જી, મેટલ, આઈટી શેર્સ પર ઘટાડો જોવા મળ્યો હતો. તો આજના વેપારમાં મિડ અને સ્મોલ કેપ શેર્સની ચાલ મિશ્ર જોવા મળી હતી.