અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) નબળી થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 98.74 પોઈન્ટ (0.16 ટકા)ના ઘટાડા સાથે 61,881.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 25.05 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાથે 18,400ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ સ્ટોક્સમાં થઈ શકે છે ફાયદો બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ (Bikaji Foods International), ગ્લોબલ હેલ્થ (Global Health), સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ (CMS Info Systems), ઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma), સુવેન લાઈફ સાયન્સિઝ (Suven Life Sciences), હોમ ફર્સ્ટ ફાઈનાન્સ (Home First Finance), આઈઓસી (IOC).
વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 86 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.40 ટકાના ઘટાડા સાથે 27,915.58ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.39 ટકા ઉછળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.88 ટકાના ઘટાડા સાથે 14,409.60ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 2.55 ટકાના ઘટાડા સાથે 17,791.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.94 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.83 ટકાના ઘટાડા સાથે 3,094.08ના સ્તર પર જોવા મળી રહ્યો છે.