અમદાવાદ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Stock Market India) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 518.64 પોઈન્ટ (0.84 ટકા)ના ઘટાડા સાથે 61,144.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 147.70 પોઈન્ટ (0.81 ટકા) તૂટીને 18,159.95ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોમાં નિરાશા (Stock Market India) જોવા મળી રહી છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ બીપીસીએલ (BPCL) 1.87 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 1.79 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 1.32 ટકા, ઈન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank) 1.11 ટકા, એચયુએલ (HUL) 0.73 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ ઓએનજીસી (ONGC) -4.48 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.07 ટકા, હિન્દલ્કો (Hindalco) -1.92 ટકા, ટીસીએસ (TCS) -1.87 ટકા, રિલાયન્સ (Reliance) -1.83 ટકા.