ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 1,093.22 પોઈન્ટ અને નિફ્ટી 326.15 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. Stock Market India, National Stock Exchange News, Bombay Stock Exchange News.

Stock Market India છેલ્લા દિવસે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો
Stock Market India છેલ્લા દિવસે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો
author img

By

Published : Sep 16, 2022, 3:51 PM IST

અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 1,093.22 પોઈન્ટ (1.82 ટકા)ના ઘટાડા સાથે 58,840.79ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 326.15 પોઈન્ટ (1.82 ટકા) તૂટીને 17,551.25ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સે 59,000 અને નિફ્ટીએ 18,000ની સપાટી ગુમાવી દીધી (Stock Market India News Update) છે.

નિષ્ણાતના મતે ટ્રેડબૂલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સતત ત્રીજા સત્ર માટે માર્કેટમાં નુકસાન લંબાઈ રહ્યું છે. અપેક્ષા કરતાં વધુ ફૂગાવાના કારણે યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં હજી વધારા શક્ય છે. બીજી તરફ ઘણી બધી રેટિંગ એજન્સીઓએ પણ ભારતના આર્થિક વિકાસમાં ઘટાડો દર્શાવ્યો છે. તો સાપ્તાહિક ધોરણે માત્ર મેટલ્સ અને બેન્કો પોઝિટિવમાં બંધ થયા છે. તેમ જ આગામી સપ્તાહે પણ મેટલ્સ અને બેન્કો સકારાત્મક વેપાર કરી શકે છે. જ્યારે આઈટી, રિયલ્ટી અને ઓટોમાં નબળા વેપાર થવાની ધારણા છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.63 ટકા, સિપ્લા (Cipla) 0.99 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ યુપીએલ (UPL) -5.28 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -5.04 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -4.60 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -4.55 ટકા, ઈન્ફોસિસ (Infosys) -3.89 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.