અમદાવાદ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા (Stock Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 200.18 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 57,991.11ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 73.65 પોઈન્ટ (0.43 ટકા) તૂટીને 17,241ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 58,000ની નજીક પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી હજી પણ 18,000ની નીચે જ જોવા (Stock Market India News) મળી રહ્યો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એક્સિસ બેન્ક (Axis Bank) 2.80 ટકા, ટીસીએસ (TCS) 1.68 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.22 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 0.92 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 0.73 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ તાતા મોટર્સ (Tata Motors) -3.86 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -2.99 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -2.18 ટકા, એશિયન પેઇન્ટ્સ (Asian Paints) -2.05 ટકા, આઈટીસી (ITC) -1.90 ટકા.