અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 126.41 પોઈન્ટ (0.21 ટકા)ના વધારા સાથે 61,294.20ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 35.10 પોઈન્ટ (0.19 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 18,232.55ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એચડીએફસી લાઈફ (HDFC Life) 4.44 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.35 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 2.24 ટકા, ટાઈટન કંપની (Titan Company) 1.92 ટકા, ટીસીએસ (TCS) 1.59 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) -1.49 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.22 ટકા, એમ એન્ડ એમ (M&M) - 1.08 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -0.77 ટકા, રિલાયન્સ (Reliance) -0.67 ટકા.